ETV Bharat / state

Rain in gujarat: લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન - South Gujarat

રાજ્યમાં ચોમાસું લાંબા વિરામ બાદ ફરી એકવાર સક્રિય થયું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.

મેઘરાજાનું ધમાકેદાર આગમન
મેઘરાજાનું ધમાકેદાર આગમન
author img

By

Published : Aug 22, 2021, 2:16 PM IST

  • દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
  • વલસાડ, અમરેલીમાં 5 ઈંચ સુધી વરસાદ
  • 112 તાલુકાઓમાં ભારેથી લઈ સામાન્ય વરસાદ

અમરેલી: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 26 જિલ્લાઓના 112 તાલુકાઓમાં ભારેથી લઈને સામાન્ય સુધીનો વરસાદ જોવા મળ્યો છે. જેમાં વલસાડ, વાપી, લીલીયા, ભાવનગર, અમરેલી, ધારીમાં 5 ઇંચ સુધી વરસાદ થયો હતો.

આ પણ વાંચો- Rain in Gujarat: ચોમાસુ સક્રિય થવાની આગાહી, આ તારીખોમાં ભારે વરસાદ પડી શકે

નર્મદાના સાગબારામાં અડધો ઈંચ વરસાદ થયો છે

આજે રક્ષાબંધનના દિવસે પણ સવારે 6થી 8ના સમયમાં 16 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં નર્મદાના સાગબારામાં અડધો ઈંચ વરસાદ થયો છે, જ્યારે પોરબંદર, ધાનેરા, ડીસા, સુરતમાં પણ સવારથી વરસાદી માહોલ છે.

રાજ્યમાં સીઝનનો 41.42 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી કુલ સીઝનનો 41.42 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રવિવારે સવાર 8.30 કલાક સુધીમાં ગુજરાતમાં સરેરાશ 6.54 MM વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, ધરમપુર તથા અમરેલીના લીલીયા, ધારી અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પવન સાથે વરસાદ

આજે 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે રક્ષાબંધન પર ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ તથા દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.