અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સૂર્ય દેવતા ગગનમાંથી આગ વરસાવી રહ્યાં છે, ત્યારે લોકના જીવન પર તેની માઠી અસર પડી છે. દિવસે તાપમાનનો પારો ઉંચો ચઢતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સવારે નવ વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રી થઈ જાય છે, જે બપોર થતા સુધી 44 ડિગ્રીએ પહોંચી જાય છે. તેના કારણે જનજીવન ખાસ્સુ પ્રભાવિત થયુ છે.
લોકો તાપ અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા, શેરડીનો રસ સહિત ઈલેક્ટ્રોનીક સાધનોની મદદ લઈ રહ્યાં છે. ત્યારે જૂનના અંતિમ તબક્કામાં ગરમીમાંથી આંશિક રાહત મળે તેવા એંધાણ છે.