અમરેલી: સાવરકુંડલામાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. ત્રણ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી સમગ્ર સાવરકુડલા પંથકમાં સનસનાટી મચી ગઈ છે.
સાવરકુંડલા શહેરમાં ઝૂંપડુ બાંધીને રહેતા અને ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા પરિવારની ત્રણ વર્ષની દીકરીને નરાધમોએ પીંખી નાખી હતી. આ નરાધમ સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામ ખાતે બાળકીને લઈ ગયો હતો. જ્યા તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ બાળકીને મોટા ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડમાં ફેંકી દુષ્કર્મી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે ગામ લોકોની અવર જવર શરૂ થતાં લોહી લુહાણ હાલતમાં પડેલી બાળકી ધ્યાનમાં આવતા સ્થાનિકો દ્વારા પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાને પગલે પોલીસ દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા સાવરકુંડલા તાલુકામા નાકાબંધી કરવામાં આવી છે. એસ.પી. દ્વારા અલગ અલગ ટીમ બનાવી આ નરાધમને પકડવા કવાયત હાથ ધરાઈ છે.