ETV Bharat / state

આજે વિશ્વ ટેલિવિઝન દિવસ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ખાતે ખાસ ઉજવણી, સમાજમાં ટેલિવિઝનની અસર અને અભિપ્રાય આપવા માટે લોકોને આમંત્રણ - વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી

આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે, ટેલિવિઝન જેને આપણે ટીવી તરીકે સંબોધતા આવ્યાં છીએ, આ ટીવીની શોધ થઈ ત્યારથી તે સામાન્ય લોકો માટે માહિતી, શિક્ષણ અને મનોરંજનનું મુખ્ય માધ્યમ રહ્યું છે. વિશ્વ રાજકારણમાં તેનો પ્રભાવ અને હાજરી આજે પણ નકારી શકાય તેમ નથી. આ કારણોસર, વિશ્વ ટેલિવિઝન દિવસ ટેલિવિઝનના મહત્વને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.

World Television Day
World Television Day
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 6:55 AM IST

ગાંધીનગર: ભારત સહિત વિશ્વભરમાં 21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદના સહયોગથી એક ખાસ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે.

વિશ્વ ટેલિવિઝન દિવસ: દર વર્ષની 21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે, વૈશ્વિક સ્તરે સમાજ અને સંસ્કૃતિઓ પર ટેલિવિઝનની અસરને ઓળખવાનો અને તેની પ્રશંસા કરવાનો આ દિવસ છે. આ જનઅભિપ્રાયને આકાર આપવો, માહિતીનો પ્રસાર કરવામાં અને સાંસ્કૃતિક વિવિધતા, સહિષ્ણુતા અને સમજણને પ્રોત્સાહન આપવા માટે ટેલિવિઝનની ભૂમિકા પર વિચાર કરવાનો અવસર પ્રદાન કરે છે.

દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ખાતે ઉજવણી: દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદના સહયોગથી, ગુજકોસ્ટે એક અનોખા આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અમદાવાદના દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લેવા માટે વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના એક જૂથની પસંદગી કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય તેવી બાબતો વિશે જાણવાનો છે જેનાથી દૂરદર્શન મોટા પાયે બાળકો, સમાજો અને નાગરિકો સુધી પહોંચે છે અને તેમને સાંકળે છે.

વિશ્વ ટેલિવિઝન દિવસ પ્રસંગે દૂરદર્શન કેન્દ્ર ખાતે ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ પણ કરવામાં આવશે, વિદ્યાર્થીઓને દૂરદર્શન કેન્દ્રના અધિકારીઓ સાથે સંક્ષિપ્તમાં વાર્તાલાપ કરવાની અને આ પ્રભાવશાળી માધ્યમના પડદા પાછળની કામગીરીની સમજ મેળવવાની તક મળશે.

કાર્યક્રમનો હેતુ: ટેલિવિઝન, સમાચાર, શિક્ષણ અને મનોરંજનના સ્ત્રોત હોવા ઉપરાંત, સમકાલીન વિશ્વમાં સંચાર અને વૈશ્વિકરણના પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ ટેલિવિઝન દિવસ એ માત્ર ઉપકરણની ઉજવણી નથી, પરંતુ તે ફિલસૂફીનું પણ પ્રતિનિધિત્વ કરે છે - એક માધ્યમ જે લોકોને એકસાથે લાવે છે, સીમાઓ પાર પહોંચે છે અને વિવિધ સંસ્કૃતિઓ અને દૃષ્ટિકોણમાં એક વ્યૂહ પ્રદાન કરે છે.

સમાજમાં ટેલિવિઝનની અસરને ઓળખવાનો પ્રયાસ: ગુજકોસ્ટ અને દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ તમામ લોકોને આ વિશેષ ઉજવણીનો ભાગ બનવા અને આપણા સમાજ પર ટેલિવિઝનની સકારાત્મક અસરને ઓળખવામાં અને તેમની સાથે જોડાવા માટે આમંત્રણ પાઠવે છે. તો આવો આ અવસરનો ઉપયોગ ભૂતકાળની સરાહના કરવા, વર્તમાનની ઉજવણી કરવા અને આપણી સામૂહિક ચેતનાને આકાર આપવા માટે એક શક્તિશાળી સાધન તરીકે ટેલિવિઝનના ભાવિની આશા માટે આ તકનો ઉપયોગ કરીએ.

  1. ભારતીય રેલવેની એક સ્ટેશન એક ઉત્પાદન યોજના સ્થાનિક વિક્રેતાઓ માટે વરદાન, જાણો સંપૂર્ણ વિગત
  2. વર્લ્ડ કપ ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો 40,801 પેસેન્જર્સને અટેન્ડ કરવાનો રેકોર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.