અમેરલીઃ સૌરાષ્ટ્ર પંથકમાં સતત પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકનું ધોવાણ કરી નાંખ્યું છે. અમરેલી જિલ્લામાં વરસાદને કારણે સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ખેતરમા પાણી ભરાઈ રહેવાને કારણે પાક ધોવાયો હતો. અમરેલીના લાઠી શહેર અને આસપાસના ગામડામાં ધીમીધારે ઝરમર વરસાદ અને રાજુલા શહેર અને આસપાસના ગામડામાં સવારથી વાદળ છાયું વાતારણ ઉભું થયું હતું. સવારે ઝરમઝ વરસાદ જોવા મળ્યો. રાજુલા વિસ્તારમાં કેરીનો પાક આ વર્ષે સારો આવ્યો છે તેવા સમયે વધુ પવન-વરસાદ આવશે તો વધુ નુકસાન થઇ શકે છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Forecast: કમોસમી મેઘમંડાણથી માઠી
ક્યાં ક્યાં વરસાદઃ અમરેલીના દેવળીયા, ગિરિયા, માચિયાળા, કેરિયા, ઇશ્વરીયા, વિઠલપુર, ખભાળીયા, સહિત ગામોમાં વરસાદ પડતાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. બગસરા પંથકના મુજીયાસર, સમઢીયાળા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તેમજ વડીયાના અમરાપુર દેવળીયા, ધારી ચલાલા ગીર વિસ્તાર, મોરઝર, દહીડા, પરબડી સહિત ગામડામાં વરસાદ વરસ્યો હતો. બાબરા લાઠી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના ગામડા જીરા, નેસડી, કમી, કેરાળા, સીમરણ, સહિત ગામોમાં વરસાદ પડ્યો હતો. મોટાભાગના તાલુકા મથક અને શહેરી વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Weather : પોરબંદરમાં વરસાદી વાતાવરણ ખીલ્યુ પણ પાકમાં નુકસાનની ભીતિ
મોટી આગાહીઃ હવામાન ખાતાની આગાહીને લઈ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક હવામાન વિભાગની આગાહીના કારણે બે દિવસ પહેલા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક યાર્ડ અને ખેડૂતોને સુરક્ષિત જણસી રાખવી અને ખુલ્લામાં ન રાખવા અપીલ કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો પણ સતર્ક જોવા મળી રહ્યા છે. અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામનાં અનેક ખેડૂતો એ ઉનાળુ તલ અને ડુંગળીનું વાવેતર કર્યુ હતું, આ બન્ને પાક હવે લગભગ તૈયાર થઈ ગયા હતા. પરંતુ ફરી એક વાર માવઠું ત્રાટકયુ અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. તલ, ડુંગળી અને કેસર કેરીના પાકનો નાશ થઈ ગયો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કમોસમી વરસાદનો આ ચોથો રાઉન્ડ છે.