લાઠીના જાનબાઇની દેરડી ગામ પર વોચ રાખી વિદેશી દારૂની હેરફારીને અટકાવી 5.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમરેલી એલ.સી.બી.ને પાસે ઢસા ગામ તરફ જતી એક સફેદ કલરની સ્કોડા કંપનીની ફોરવ્હિલર ( રજી. નં. જી.જે.-૦૫-જે.એ.-૪૭૩૧ )માં વિદેશી દારૂ હોવાની બાતમી હતી. જેના પર વૉચ રાખીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂમાં દેશી દારૂની ભેળવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી દારૂની બોટલો જપ્ત કરાઇ છે.
ધનમોરાના કતાર ગામમાં રહેતા આરોપી મહીપત જોરસંગભાઇ ઘેલતા (ઉં.વ.૩૯) અને સુરત રણીયાળા ગામમાં રહેતા વિજયભાઇ ઘેલુભાઇ હાડા (ઉં.વ.૩૩) વિદેશી દારૂની 48 બોટલો સાથે ઝડપાયા છે. જેમની લાઠી પોલીસ મથક હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે.