ETV Bharat / state

અમરેલીના લીલીયામાં પાંચ ઇંચ વરસાદ, નાવલી નદીમાં આવ્યા ઘોડાપૂર - Rainfall forecast in Gujarat

અમરેલી જિલ્લાના લીલીયામાં આજે ધોધમાર વરસાદ વરસતા ગામની નાલલી નદીમાં પૂર આવતા ગામની બજારમાં પણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું. અને લોકોને મુશ્કેલીનો સામનો કરાવો પડ્યો હતો.

અમરેલીના લીલીયામાં પાંચ ઇંચ વરસાદ, નાવલી નદીમાં આવ્યા ઘોડાપૂર

author img

By

Published : Aug 22, 2021, 12:30 PM IST

  • અમરેલી જિલ્લાના લીલીયામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
  • ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
  • ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડતા લીલીયા થયું જળબંબાકાર

અમરેલી: જિલ્લાના લીલીયામાં આજે ધોધમાર પાંચ ઇંચ વરસાદ તૂટી પડતાં લીલીયામાંથી પસાર થતી નાવલી નદીમાં ધોધમાર વરસાદને કારણે ધસમસતો પાણીનો પ્રવાહ અમર્યાદિત બનતા વરસાદી પાણી લીલીયા ગામની બજારમાં ફરી વળ્યા હતા. જેને કારણે લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં 17 ઈંચ વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન ખોરવાયું

અમરેલી જિલ્લાના મોટા લીલીયામાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ

અમરેલી જિલ્લાના મોટા લીલીયામાં આજે ધોધમાર પાંચ ઇંચ જેટલો વરસાદ તૂટી પડતાં લીલીયામાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આજે પડેલા વરસાદને કારણે લીલીયામાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. લીલીયા સહિત લાઠી અને સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ પડયાના અહેવાલો મળી રહ્યા છે. જેને કારણે લીલીયા સાવરકુંડલા અને લાઠીમાંથી પસાર થતી નાવલી નદીમાં વરસાદી પાણી એક સાથે આવી જતા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સાવરકુંડલામાં પણ વરસાદ

એકસાથે લીલીયામાં પાંચ ઈંચ કરતાં વધુ ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ લાઠી અને સાવરકુંડલામાં પણ વરસાદના અહેવાલો મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નાવલી નદીમાં સાવરકુંડલા લીલીયા અને લાઠીનું વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેને કારણે લીલીયા નજીકથી પસાર થતી નાવલી નદીનું પાણી લીલીયાની બજારમાં ફરી વળ્યા હતા અને બજારમાં ઘૂટણસમાં પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતિત બન્યા હતા. મોટા ભાગની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. વરસાદે વિરામ લેતા નાવલી નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે બજારમાં ભરાયેલું પાણી ઓસરતું જોવા મળ્યું હતું પરંતુ દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જવાને કારણે મોટાભાગના વેપારીઓને નુકસાન થયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.