ETV Bharat / state

અમરેલીમાં એક્સપાયર થયેલા જૈવ ખાતરના વેચાણનો ખેડુતોઓએ કર્યો પર્દાફાશ - એક્સપાયર ખાતર

અમરેલી: બાબરાના ગળકોટડી ગામે અમરાપરા જુથ સેવા સહકારી મંડળીમાં એક્સપાયર થયેલી ખાતરની બોટલોનું વેચાણ થઈ રહ્યુ હતું. ખેડુતોએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લાંબા સમયથી એક્ષપાયર થયેલું જૈવ ખાતર આપવામાં આવતું હોવાનો આક્ષેપ ગળકોટડી ગામના સરપંચે કર્યો છે.

Farmers
author img

By

Published : Sep 21, 2019, 8:39 AM IST

બાબરા તાલુકાના ગળકોટડી ગામે આવેલા અમરાપરા જુથ સેવા સહકારી મંડળી હસ્તકના ગોડાઉનમાંથી જૈવ ખાતરની એક્સપાયર થયેલી બોટલોનું વેચાણ ખેડુતોએ અટકાવ્યું છે. તેમજ આ કૌભાંડ અંગે ઉચ્ચ ક્ક્ષા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. આ મામલે મંડળીનાં સંચાલકોએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો.

ગળકોટડી ગામે ચાલતા ખાતરના વેચાણ કેન્દ્ર ઉપર રાસાયણિક ખાતરોની ખરીદી કરવા આવેલા ખેડુતોને જૈવ ખાતર લીક્વીડની બોટલોની ફરજીયાત ખરીદી કરવી પડે છે. આ જૈવ ખાતર બોટલોની કીંમત કરતા વધુ રકમો તફડાવી અને એક્ષપાયર બોટલો આપવામાં આવતી હોવાનું કૌભાંડ ગળકોટડીના સરપંચ અને ખેડુતોઓએ ખુલ્લુ પાડ્યુ છે. સરપંચના જણાવ્યા મુજબ અમરાપરા જુથ સેવા સહકારી મંડળીના કર્મચારી દ્વારા ખેડૂતોની રાસાયણિક ખાતરની જરૂરિયાત સામે બળજબરીથી આ જૈવ ખાતરની બોટલો ખરીદવા જણાવાયુ હતું.

અમરેલીમાં એક્સપાયર થયેલા જૈવ ખાતરના વેચાણનો ખેડુતોઓએ કર્યો પર્દાફાશ

બોટલની કિંમત કરતા વધુ રકમ વસુલી ખરીદીનું સાદું બીલ આપવામાં આવે છે. ખેડૂતો દ્વારા એક્ષપાયર દવાનું વેચાણ ઝડપી પાડતા સંચાલકે ગોડાઉન બંધ કરી ચાલતી પકડી હતી. કંપની દ્વારા આ જૈવ ખાતર ફરજીયાત આપવામાં આવતું હતુ. આ પડતર પડેલા જૈવ ખાતરોનું વેચાણ કરવા મંડળી દ્વારા કર્મચારી વર્તુળમાં સુચના આપવામાં આવી નથી. છતાં ઉઠેલી લોક ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ ખેડૂતો વતી સરપંચ સહિત ખેડુતોનુ પ્રતિનિધિ મંડળ આગામી દિવસોમાં જિલ્લા કૃષિ અધિકારી અને જિલ્લા કલેકટર સમક્ષ છેતરપીંડી કરનાર મંડળીના વેચાણ લાઇસન્સને રદ કરવાની માગ કરશે.

Intro:બાબરાના ગળકોટડી ગામે અમરાપરા જુથ સેવા સહકારી મંડળીમાં એક્સપાયર થયેલી ખાતરની બોટલોનું વેચાણ કોભાંડ ખેડુતો દ્વારા અટકાવાયું
લાંબા સમયથી એક્ષપાયર થયેલું જૈવ ખાતર ધાબડવામાં આવતું હોવાનો સ્થાનિક સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો

Body:બાબરા તાલુકાના ગલકોટડી ગામે આવેલ અમરાપરા જુથ સેવા સહકારી મંડળી હસ્તકના ગોડાઉન માંથી જૈવ ખાતરની બોટલોનું વેચાણ ખેડુતો દ્વારા અટકાવી અને આ બોટલો એક્ષપાયર ડેટ હોવાનું જણાવી ઉચ્ચ ક્ક્ષા સુધી ટેલીફોન ધણધણી ઉઠ્યા અને મંડળી વર્તુળ પોતાનો લૂલો બચાવ કરતો હોવાનું બહાર આવ્યું છે

મળતી વિગત મુજબ અમરાપરા જુથ સેવા સહકારી મંડળી લી. બાબરા અને ગલકોટડી માં પોતાનું કાર્ય ક્ષેત્ર ચલાવી રહી છે જેમાં બાબરા અને ગલકોટડી ગામે વેચાણ કેન્દ્ર માટે ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે આજે ગળકોટડી ગામે ચાલતા ખાતરના વેચાણ કેન્દ્ર ઉપર રાસાયણિક ખાતરોની ખરીદી કરવા આવેલા ખેડુતોને જૈવ ખાતર લીક્વીડની બોટલોની ફરજીયાત ખરીદી કરવા ફરઝ પાડવા સહિત આ જૈવ ખાતર બોટલો કીમત કરતા વધુ રકમો તફડાવી અને એક્ષપાયર બોટલો ધાબડવા માં આવતી હોવાનું કૌભાંડ સરપંચ હાજર ખેડૂતોના જણાવ્યા મુજબ અમરાપરા જુથ સેવા સહકારી મંડળીના કર્મચારી દ્વારા ખેડૂતોની રાસાયણિક ખાતરની જરૂરિયાત સામે બળજબરીથી આ જૈવ ખાતરની બોટલો ખરીદવા જણાવવામાં આવતું હતું જેમાં વધુ રકમો મેળવી અને ખરીદીનું સાદું બીલ આપી કામ ચલાવવામાં આવતું હતું ખેડૂતો દ્વારા એક્ષપાયર દવાનું પ્રત્ય્ક્ષ વેચાણ જડપી પાડતા ગોડાઉન સંચાલક ગોડાઉન બંધ કરી ચાલતી પકડી હતી

મંડળી વર્તુળ માંથી મળતી વિગત મુજબ ખાતર કંપની દ્વારા જૈવ ખાતર ફરજીયાત આપવામાં આવતું હતુ અ પડતર પડેલા જૈવ ખાતરોનું વેચાણ કરવા મંડળી દ્વારા કર્મચારી વર્તુળમાં સુચના આપવામાં આવી નથી છતાં ઉઠેલી લોક ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે

બીજી તરફ ખેડૂતો વતી ગ્રામ્ય સરપંચ સહિતનુ ખેડૂત પ્રતિનિધિ મંડળ આગામી દિવસોમાં જીલ્લા કૃષિ અધિકારી અને જીલ્લા કલેકટર સમક્ષ ખેડૂતો સાથે છેતરપીંડી કરનાર મંડળીના વેચાણ લાઇસન્સ રદ માંગ ઉઠી છે

બાઈટ 1.વિનુભાઈ ગળકોટળી સરપંચConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.