અમરેલી શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સેફ્ટીના સાધનોની શું વ્યવસ્થા છે, તે માટે ETVના માધ્યમથી નાગનાથ કોમ્પ્લેક્સમાં આવેલ જનાની ટ્યુશન ક્લાસમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં સામે આવ્યું કે, વિદ્યાર્થીઓ માટે સેફ્ટીના સાધનોની હાલ કાંઈ પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ક્લાસીસમાં ધોરણ 5 થી 12ના 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
રાજ્યમાં શિક્ષણ વિભાગોની 2 ટીમ તૈયાર કરવામાં આવી છે. તેમના દ્વારા નગરપાલિકામાં 38 જેટલા ક્લાસીસોની યાદી તૈયાર કરવામાં આવી છે જ્યાં સેફ્ટીના સાધનો નથી.