ETV Bharat / state

વાવાઝોડાની આગાહીની સાથે ભુકંપના આંચકા અનુભવતું અમરેલી - Earthquake in amreli

વાવાઝોડાની આગાહી હજી સમી નથી ત્યાં, અમરેલીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.

ભુકંપના આંચકા અનુભવતું અમરેલી
ભુકંપના આંચકા અનુભવતું અમરેલી
author img

By

Published : May 18, 2021, 9:39 AM IST

  • અમરેલીમાં વાવાઝોડાની આગાહીની સાથે ભૂકંપના આંચકા
  • લોકોમાં ભયનો માહોલ
  • ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ મુજબ 4.8ની નોંધાઈ

અમરેલી: ગઈ રાતે અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક બાજુ કોરોનામાંથી હજી અમરેલી ઉભર્યું નથી, ત્યાં અચાનક સંભવિત વાવાઝોડાની કુદરતી આફત સામે લોકો લડી રહ્યા છે. એવામાં ગઈ મધરાતે અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો: ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા, વહેલી પરોઢે ધરા ધ્રુજી

4.8ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકા

4.8ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકા આવ્યા ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના મકાન, ઘર છોડી મધરાતે બહાર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: આસામમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

રાજુલાના વિસ્તારોમાં અનુભવાયા આંચકા

ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ મુજબ 4.8ની નોંધાઈ હતી. જેની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી હતી. અમરેલીના જાફાબાદ, રાજુલાના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા. જ્યાં સંભવિત વાવાઝોડાની આવવાની શક્યતા છે. તે જ વિસ્તારમાં આ ભૂકંપના આંચકા આવ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.