અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી સતત ભૂકંપના આંચકા નોંઘાઈ રહ્યા છે. પરંતુ હવે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાય રહ્યા છે. સતત ભૂકંપના આંચકાઓ નોંધાતા કારણે સમગ્ર પંથકમાં ભય વ્યાપી ગયો છે.
લોકો ખુલ્લામા સૂવા મજબુર : પહેલા સાવરકુંડલાનુ મીતીયાળા, સાકરપરા, બાઢડાને ધૃજાવ્યાં અને હવે ખાંભાના ભાડ, વાંકીયા, ધજડી અને જીકીયાળી જેવા ગામો આંચકાઓથી ધૃજી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાની ધરતી જાણે કે કોપાયમાન થઈ હોય તેમ સતત ધૃજી રહી છે. મકાન કાચા હોય કે પાકા ઠંડી હોય કે તડકો લોકો પોતાના મકાન છોડીને ખુલ્લામા સૂવા મજબુર બન્યા છે.
આ પણ વાંચો Earthquake in amreli: અમરેલીના મીતીયાળા ગામની ફરી ધ્રુજી ધરા
રોડ પરથી વાહન પસાર થાય તો પણ ધૃજી જવાય : છેલ્લા કેટલાક દિવસોથી ખાંભા તાલુકાના ભાડ, વાંકિયા અને જીકીયાળીમા આવી રહેલા ભૂકંપના આંચકાઓ અનેક મકાનોમા તિરાડો પડી છે. અહીનુ જનજીવન એટલી હદે ભયભીત છે કે રોડ પરથી વાહન પસાર થાય તો પણ ધૃજી ઉઠે છે. સાંભળો આ વિસ્તારના લોકોની વ્યથા સાંભળવા માટે તંત્ર કાન ખોલે તેવી લોકોની લાગણી છે.
પશુઓમાં દોડધામ મચે છે : ભૂકંપના ભયથી માત્ર માણસો જ નહી તમામ જીવ ભયભીત છે. માલધારીઓના પશુઓ ભૂંકંપના કારણે ફફડી ઉઠે છે. જેના કારણે પશુઓ દૂધ આપતા નથી અથવા તો ઓછુ આપે છે. ભૂકંપના કારણે પશુઓમાં દોડધામ મચે છે. જેને સાચવવા એ પણ માલધારીઓ માટે પડકાર સમાન છે. તો બીજી તરફ ખેડૂતો પણ મુશ્કેલીમાં છે.
આ પણ વાંચો Amreli Earthquake : છેલ્લા 24 કલાકમાં 4 વાર ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ
ખેડૂતોને આ પણ સમસ્યા છે : સમગ્ર વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ પરેશાનીમાં મૂકે છે તેવામાં ખેડૂતોને બીજી પણ મોટી સમસ્યા છે. કારણ કે આ વિસ્તારમાં ખેતીવાડી માટે રાત્રે વીજળી આપવામાં આવે છે. પરિણામે ખેડૂતોને રાત્રે વાડીએ જવું ફરજિયાત થઇ જાય છે. આવા સંજોગોમાં તેમનો જીવ ઘરે હોય છે. કારણ કે રાત્રે જો ભૂકંપ આવે અને કોઇ અનહોની થાય તો ઘેર મહિલાઓ અને બાળકો એકલા હોય છે.
અચાનક પાણી ખૂટી ગયાં : ભાડ અને વાંકિયા ગામમાં ભૂકંપના કારણે માત્ર ડર જ નહીં બીજી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. ભાડ ગામના સરપંચ રસિકભાઈ જણાવી રહ્યા છે કે ભૂકંપના કારણે ભૌગોલિક પરિસ્થિતિમા અચાનક બદલાવ આવ્યો છે. પરિણામે બોર અને કૂવાના પાણી અચાનક ખૂટી ગયા છે. ભૂકંપના કારણે માલધારીના અનેક પશુઓ દૂધ નથી આપતા જેના કારણે આવક પણ ઘટી છે.