ખીજડિયા અને આજુબાજુના ગામોમાં વરસાદ નહિવત પ્રમાણમાં પડ્યો છે, જેથી કરીને ખેડૂતે બે બે વાર વાવણી કરી પરંતુ વરસાદ ઓછા પ્રમાણમાં પડવાથી પાક નિષ્ફળ ગયો છે અને હવે જો વરસાદ આવે તો પણ કોઈ શક્યતા નથી કે અહીં પાક લઇ શકાય. ફરીવાર વરસાદ ન થતા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. પાકમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા પાકને નુકસાની થઈ છે. હાલ જો વરસાદ પડે તો પણ હવે કોઈપણ પાક લેવો કે નહીં એક પ્રશ્ન છે.
આમ આ ગામની આજુબાજુના વિસ્તારોમાં વાવેતર પણ થયુ નથી. તેથી હાલ ખેડૂતોની હાલત દયનીય છે.