- ખેતીવાડીમાં નુકસાનીનો યોગ્ય સર્વે કરવા ખેડૂતોની માગ
- ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ સેવકો ખેડૂતોને યોગ્ય જવાબ દેતા નથી
- તૌકતે વાવાઝોડાએ ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી
અમરેલી: સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી પાકમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી નુકશાનીનો યોગ્ય રીતે સર્વે કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં સર્વે માટે ટીમ ન પહોંચતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતો અવારનવાર આવી પરિસ્થિતિના શિકાર બનતા હોય છે.પાકના નુકશાનનું યોગ્ય વળતર મેળવવા વારંવાર માંગણી કરતા હોય છે. આવા કપરા સમયમાં જો સરકાર યોગ્ય પગલાં લે તો જગતનો તાત એવા ખેડૂતો હળવાશની પળો અનુભવે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ: કમલપુરા ગામે ઉનાળુ પાકમાં નુકસાન થતાં ખેડૂતોએ વળતરની માગ કરી
ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ સેવકો ખેડૂતોને યોગ્ય જવાબ દેતા નથી
ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ સેવકો ખેડૂતોને યોગ્ય જવાબ દેતા નથી. વાવાઝોડાએ ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. ત્યારે સરકાર યોગ્ય સર્વે કરવી માંગ પૂરી કરે તેવી ખેડૂતોએ માગ કરી હતી.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યની ખેતીને મોટાપાયે નુકસાન
ખેતીવાડીમાં નુકસાનીનો યોગ્ય સર્વે કરવા ખેડૂતોની માગ
તાલુકાના અનેક ગામડાઓમાં વાસ્તવિક સર્વે થયો જ નથી. તેમજ સર્વે ટીમ માત્ર ગણતરીના ખેતરમાં જઈ બીજા ગામડામાં નીકળી પડે છે. ખેતી વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક ખેડૂતોને યોગ્ય જવાબ દેતા નથી. ત્યારે ખેડૂતોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. અહીં બાકી રહેલા ખેડૂતોનો બે દિવસમાં સર્વે કરવા માંગણી કરાઈ છે. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જરૂરી બન્યા છે. ખેડૂત સમાજની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર દેખાવો કરવાની ચિમકી ઉચ્ચારી હતી.