અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરનો દરબારગઢમાં એક સમયે સાવરકુંડલા શહેરની તમામ સરકારી કચેરીઓ એક જ દરબારગઢમાં બેસતી હતી. ન્યાય કોર્ટ, મામલતદાર કચેરી, ટેલિફોન એક્સચેન્જ કચેરી, સરકારી તિજોરી કચેરી સહિતની કચેરીઓ આ દરબારગઢમાં હતી.સરકાર દ્વારા વિકાસ થતો ગયોને સરકારી કચેરીઓના સ્થળાંતરો પણ થઈ ગયા.છેલ્લા 26 વર્ષથી આ દરબારગઢમાં બેસતી સિટી રાવે કચેરીની હાલત બિસ્માર બની ગઈ છે. તેની હાલત એટલી ખરાબ છે કે આગળના છતમાંથી પોપડા નીચે ખરે છે.
સિટી સર્વેના કર્મીઓ ભયના ઓથાર તળે નોકરી કરી રહ્યા છે તો જે સરકારી મહત્વના ગણાતા સિટી સર્વેના દસ્તાવેજ કાગળો રાખવામાં આવેલા રૂમના નળિયા સાવ તુટી ગયા છે. વરસાદ દરમિયાન ઉપરથી પાણી પડે છે.કાગળો પલળી જવાની મોટી સમસ્યા છે તો સરકારી કચેરીએ કામ અર્થે આવતા અરજદારો પણ આ સરકારી કચેરીમાં આવવા ડર અનુભવે છે.
એક સમયે આ દરબાર ગઢ સાવરકુંડલાની શાન ગણાતો હતોને સમયાંતરે કોર્ટ, મામલતદાર કચેરી,પોલીસ મથક સહિતની કચેરીઓ સ્થળાંતર કરાઇ ચુકી છે પણ આ સીટી સર્વે કચેરી હજુ પણ એમને એમ ભયના ઓથાર તળે જર્જરીત થયેલા દરબાર ગઢમાં બેસે છે. ત્યારે સરકાર દ્વારા આ કચેરીનું આધુનિકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
સીટી સર્વે કચેરીના અધિકારી પણ જર્જરીત કચેરીનો સ્વીકાર કરી રહ્યા છે લેખિત મૌખિક રજૂઆતો ઉપર લેવલે કરવામાં આવી છે. તેઓ કહે છે કે તેઓ અંહી 1993 થી બેસે છે તે આર એન્ડ બી નો સ્ટોર રૂમ છે .સરકારી રેકોર્ડ પણ સાચવવું પણ મુશ્કેલ હોવાનું સ્વીકાર અધિકારી કરી રહ્યા છે . સરકાર દ્વારા રીનોવેશન અથવા સ્થળાંતર કરવામાં આવે તેવી વાત પણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી.