અમરેલી: ચક્રવાત બિપરજોયએ પોતાની દિશા બદલતાં હવે ગુજરાત તરફ પાછું ફંટાયું છે. જેને લઈને રાજ્યના બંદરો પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમા ઉદભવેલા વાવાઝોડા સામે અમરેલી જિલ્લાના વહિવટી તંત્રએ સાવચેતીના અનેકવિધ પગલા શરૂ કર્યા છે. ખાસ કરીને દરિયાકાંઠે લોકોની અવરજવર ન થાય તે માટે આવતીકાલથી 40 લેન્ડીંગ પોઇન્ટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામા આવશે.
બોટની અવરજવર બંધ કરી દેવા સુચના: અમરેલી બિપરજોય સાયકલોનનો ખતરો વધી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના સમુદ્રતટ્ટ પર આજ સવારથી જ ભારે કરંટ જોવા મળ્યો હતો. જાફરાબાદના દરિયાઈ પટ્ટી પર દરિયામાં ઉચા મોજા તેમજ વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા હાલ જાફરાબાદના શિયાળબેટ પર સમુદ્ર તોફાની બને તે પહેલા જ બોટની અવરજવર બંધ કરી દેવા સુચના અપાઇ છે. અને ઇમરજન્સીના સંજોગો હોય તો યોગ્ય વ્યવસ્થા કરવા પણ તાકિદ કરાઇ છે.
કોસ્ટગાર્ડની શીપ લાંગરી દેવાઇ: રાજુલાના ગ્રામ્ય વિસ્તારમા 2 સેલ્ટર હોમ ઓપરેશનલ કર્યા છે. આ ઉપરાંત જરૂર પડયે દરેક ગ્રામીણ વિસ્તારમા સેલ્ટર હોમ ઉભા કરાશે. ઇમરજન્સીના સંજોગો માટે પીપાવાવ જેટી પર કોસ્ટગાર્ડની એક શીપ લાંગરી દેવાઇ છે. ગ્રામીણ વિસ્તારમા માઇક મારફત સાવચેતીના પગલા અંગે લોકોને માહિતગાર કરાઇ રહ્યાં છે. અમરેલી જિલ્લાના 40 જેટલા લેન્ડીંગ પોઇન્ટ પર આવતીકાલથી એસઆરડીનો બંદોબસ્ત ગોઠવી દેવામા આવશે અને કોઇને સમુદ્ર કાંઠે જવા નહી દેવાય.
પ્રવાસીઓની અવરજવર બંધ: જાફરાબાદના સરકેશ્વર બીચ પર પણ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. તમામ માછીમારોને દરિયામા પ્રવેશ ન કરવા સુચના અપાઇ છે. પોલીસકર્મીઓ ઉપરાંત જીઆરડી, એસઆરપી, હોમગાર્ડ વિગેરેને પણ બંદોબસ્તમા ગોઠવાયા છે અને કોસ્ટગાર્ડની ટીમ પણ સમુદ્ર કાંઠે તહેનાત છે. તો બીજી તરફ શિયાળબેટમાં અવરજવર બંધ કરાઇ છે.
- Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, 6 જિલ્લાની શાળામાં પ્રવેશોત્સવ મોકુફ
- Cyclone Biparjoy:રાજ્યના તમામ બીચ પર પ્રતિબંધ, દ્વારકા-જામનગર અને જખૌ પર જોખમ વધુ
- Cyclone Biparjoy: માત્ર ગુજરાત જ નહીં આ રાજ્યો ઉપર પણ ભારે વરસાદનું મોટું જોખમ
- IMD Forecast Biparjoy: આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર બનશે "ચક્રવાત બિપરજોય"