અમરેલીઃ અમરેલી જિલ્લામાં લોકડાઉનના 50 દિવસ બાદ સુરતથી આવેલા વૃદ્ધાનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજરોજ અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતથી અમરેલી આવેલા 11 વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને કોરોનાની લગતી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બગસરામાં તેમના રહેણાંકના 500 મીટરની ત્રિજ્યાના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં બહારથી આવેલા વ્યક્તિનો બીજો કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આમ, અચાનક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા શહેર સજ્જડ બંધ પળ્યો હતો. સાથે જ આ વિસ્તારને લગતા તમામ રસ્તાઓ બંધ કરવામાં આવશે.