અમરેલી જિલ્લામાં રાજુલા વિધાનસભા પર 2018 પહેલા ભાજપનો એક તરફી દબદબો જોવા મળતો હતો. ત્યારબાદ ગત્ વિધાનસભા ચૂંટણી બાદ અહીંના રાજકીય સમીકરણો બદલાય છે. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બને પાર્ટી સક્ષમ જોવા મળી રહી છે. વિધાનસભા બાદ સ્પષ્ટ બહુમત સાથે કોંગ્રેસન પ્રમુખ તરીકે મિના વાઘેલા ચૂંટાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસનો આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચતા1 વર્ષ સુધી આ પ્રકારના રાજકીય નાટકોનો ઘટનાક્રમ ચાલ્યો અને કોંગ્રેસના બળવાખોર પ્રમુખ અને ઉપપ્રમુખે અગમ્ય કારણો આપી રાજીનામું ધરી દીધુ હતું.
જ્યારે સોમવારે 14 બવળવાખોર સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા અમરેલીનું રાજકારણ ગરમાયું હતુ. જેથી આજે નગર પાલિકા બોર્ડની બેઠક મળી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના 13 અને હાજર રહ્યા હતા અને ભાજપના 1 સભ્ય ગેરહાજર રહ્યા હતા. રાજકીય ગરમાવા વચ્ચે પણ રાજુલા પ્રાંત અધિકારી કે.એસ.ડાભીના અધ્યક્ષ સ્થાને રાજુલા નગર પાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી. જેમાં પ્રમુખ તરીકે કાંતાબેન ધાખડા આને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાખડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. રાજુલા શહેરમાં કોંગસના ધારાસભ્યો સહિતના નગરપાલિકાની ટિમ વિકાસના મુદ્દે પ્રાધાન્ય આપી શહેરના રોડ રસ્તા પાણી જેવા પ્રશ્ને કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.