ETV Bharat / state

CM રૂપાણીએ તૌકતે વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરી નુકસાનની સમીક્ષા કરી - CM Vijay Rupani aerial inspection

તૌકતે વાવાઝોડાએ ગુજરાતના તટીય જિલ્લાઓમાં જે નુકસાન વેર્યું છે તેની પરિસ્થિતિનો અંદાજ મેળવવા મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યાં છે. તેઓ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 3 ગામોની મુલાકાત પણ લઇ રહ્યાં છે.

CM રૂપાણીએ તૌકતે વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરી નુકસાનની સમીક્ષા કરી

author img

By

Published : May 20, 2021, 5:05 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કર્યું નુકસાનનું હવાઈ નિરીક્ષણ
  • અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં પહોંચ્યાં સીએમ રુપાણી
  • સમીક્ષા કરી વહીવટી અધિકારીઓ સાથે કરશે બેઠક

    અમરેલી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લેવા પહોચ્યાં હતાં. આજે સવારે ગાંધીનગરથી હવાઈમાર્ગે આ અસરગ્રસ્ત વિસ્તારો અને ગામોની મુલાકાતે જવા રવાના થયાં હતાં. ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચતા તેમણે દરેક વિસ્તારોનું તેમણે હવાઈ નિરીક્ષણ કરીને થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
    CM રુપાણી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 3 ગામોની મુલાકાત પણ લઇ રહ્યાં છે.

    આ પણ વાંચોઃ તૌકતે સામે ગીરના સિંહ અડીખમઃ તકેદારી સાથે જળપ્રવાહ પાર કરતો સિંહ પરિવાર, જૂઓ વીડિયો

બંને જિલ્લાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે

સીએમ વિજય રૂપાણી આજે દિવસ દરમિયાન ઉના તાલુકાના ગરાળ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત લઈને તૌકતે વાવાઝોડાથી અમરેલી - ગીર સોમનાથ જિલ્લામાં થયેલી નુકસાનીનો અંદાજ મેળવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિની જાણકારી મેળવશે.

આ પણ વાંચોઃ PM મોદીએ મુલાકાત લેતા સરકાર દોડતી, આજે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.