અમરેલીઃ દેશમાં લાગેલા લૉકડાઉન વચ્ચે રાજુલા નજીક આવેલા શિયાળબેટ ટાપુ પર તંત્ર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. લૉકડાઉનના કપરા સમય વચ્ચે વહીવટી તંત્ર દ્વારા રાજુલા નજીક આવેલા શિયાળબેટ ટાપુ પર અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઝાદી પછીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત શિયાળબેટ ટાપુ પર અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા અનાજને પ્રથમ પિપાવાવપોર્ટ જેટી સુધી ટ્રેકટર મારફત અને ત્યાર બાદ દરિયાઈ માર્ગે બોટ દ્વારા અનાજ શિયાળબેટ પોહચાડવામાં આવ્યું હતું.
![Etv Bharat, Gujarati News, Amreli News, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-01-shiyalbet-gj10032_21042020140234_2104f_1587457954_1080.jpeg)
![Etv Bharat, Gujarati News, Amreli News, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-01-shiyalbet-gj10032_21042020140234_2104f_1587457954_306.jpeg)
વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીને શિયાળ બેટના ગ્રામજનોએ બિરદાવી છે. રાજય સરકાર દ્વારા સ્પેશિયલ કેસમાં મધદરિયે આવેલા શિયાળબેટને અનાજ પોહચાડવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા શિયાળબેટમાં જરૂરિયાતમંદ લોકો સુધી અનાજ પહોંચાડવાની પહેલી ઘટના સામે આવી હતી.
![Etv Bharat, Gujarati News, Amreli News, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-01-shiyalbet-gj10032_21042020140234_2104f_1587457954_74.jpeg)