નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાવરકુંડલા ખાતે સ્કૂલના તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ સ્લો સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નાફસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઈ સંઘાણીએ સ્લો સાયકલ સ્પર્ધાના વિદ્યાર્થીઓને પ્રોસાહિત કર્યા હતા.તો આ સ્પર્ધામાં સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ નાફસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પણ સ્લો સાઇકલ સ્પર્ધામાં સ્લો સાયકલ ચલાવી હતી.
આ બાબતે દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભ શરૂ કરીને ગામડામાંથી પ્રાઇમરી રીતે યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે હેતુથી ખેલમહાકુંભ શરૂ કરવામાં આવ્યું હતું.સ્વામીવિવેકાનંદે કહ્યું કે, અભ્યાસ માત્ર ચાર દિવાલોની વચ્ચે નથી મેદાનમાં છે.
સાવરકુંડલા ખાતે યોજાયેલા સ્લો સાયકલ સ્પર્ધામાં કુલ 235 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે સાયકલ જીવનમાંથી ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. સાયકલ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને ખુશી વ્યક્ત કરી હતી. સ્લો સાયકલ સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા વિદ્યાર્થી પણ ગર્વ અનુભવી રહ્યા છે. વિશ્વ સ્પોર્ટસ દિવસને લઈને ભારત સરકારે ફિટ ઇન્ડિયા અનુસંધાને સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લાના નેતાઓએ પણ સ્લો સાયકલ ચલાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.