ETV Bharat / state

સતાધીશોના પેટનું પાણી નથી હલતું શું? હોસ્પિટલમાં વૃદ્ધાઓની આંખ ગુમાવવાનો વારો આવ્યો, કલેક્ટર પાસે માંગ્યો ન્યાય

અમરેલીની હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓએ મોતિયાનું (Cataract scandal in Amreli) ઓપરેશન કરાવ્યું હતું. જેમાં તંત્રની બેદરકારીના કારણે સાત જેટલા દર્દીઓએ આંખની દ્રષ્ટિ ગુમાવતા હોબાળો મચ્યો હતો. મામલો ઉગ્ર બનતા દર્દીઓએ બીજાના સહારે લઈને કલેક્ટર પાસે ન્યાયનું આવેદનપત્ર આપ્યું છે. (Amreli Shantaba Hospital)

સતાધીશોના પેટનું પાણી નથી હલતું શું? હોસ્પિટલમાં વૃદ્ધાઓની આંખ ગુમાવવાનો વારો આવ્યો, કલેક્ટર પાસે માંગ્યો ન્યાય
સતાધીશોના પેટનું પાણી નથી હલતું શું? હોસ્પિટલમાં વૃદ્ધાઓની આંખ ગુમાવવાનો વારો આવ્યો, કલેક્ટર પાસે માંગ્યો ન્યાય
author img

By

Published : Dec 16, 2022, 7:51 PM IST

અમરેલી મોતિયા કાંડ બાબતે યોગ્ય ન્યાય કરવા કલેક્ટરને અપાયું આવેદન

અમરેલી : શાંતાબા જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, છેલ્લા પાંચ દિવસથી (Cataract scandal in Amerli) આ અંધાપો મેળવેલા દર્દીઓ દરદર ભટકી રહ્યા છે, ત્યારે મોટા ગજાની વગ ધરાવતી શાંતાબા જનરલ હોસ્પિટલમાં મેડિકલ ખાતે આજથી વીસ દિવસ પહેલા 25 જેટલા ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવેલા હતા. જે ઓપરેશન બાદ અંધાપો આવ્યો હતો, ત્યારે આજે બીજાના સહારે દર્દીએ કલેક્ટર પાસે ન્યાય માટે અને ભૂલ કરનારને સજા મળે તે હેતુથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. (Amreli Shantaba Hospital)

આ પણ વાંચો અજબ ઘટના : માત્ર અઢી વર્ષના બાળકને મોતિયો, ડોક્ટર્સ આવ્યા વ્હારે...

વૃદ્ધ અવસ્થામાં છીનવાઈ રોશની જેમાં લીલીયાના કણકોટ ગામના એક વૃદ્ધ એકાંત જીવન જીવી (Negligence of Shantaba Hospital) રહ્યા હતા. જે નાનપણથી જ એક આંખથી પોતાનું જીવન જીવતા આ હતા, ત્યારે આજે તેના પર એક વધુ આફત આવી પડી હતી. ઉંમર થતાં પોતે જ્યારે બીજી આંખમાં મોતિયા માટે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલ પણ ઓપરેશન બાદ પણ આ વૃદ્ધને બીજી આંખ ગુમાવવાનો આજે વારો આવ્યો છે. કલેકટર ઓફિસ ખાતે બીજાના સહારે ધીમે ધીમે ડગલા માંડે છે. આ ઉપરાંત કણકોટ ગામના નનુભાઈ જે ન્યાય માટે સામાજિક કાર્યકર્તાઓના સહારે અહીં પહોંચ્યા છે અને પોતાના વૃદ્ધા અવસ્થામાં છીનવાઈ ગયેલી રોશની મેળવવા ફાંફાં મારી રહ્યા છે. (Amreli Shantaba Hospital Cataract scandal)

આ પણ વાંચો સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે થઈ બોલાચાલી, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

સતાધીશો પેટનું પાણી પણ હલતું નથી સામાજિક કાર્યકર્તાએ ન્યાયની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું અને આ તમામ અંધાપો મેળવેલા દર્દીઓ ગરીબ છે. તેમને વૃદ્ધાવસ્થાના સહારાની લાકડી તો છીનવાઈ છે. રોશની આપી શકે કે કેમ એ તો સવાલ છે. પરંતુ કંઈક વળતર આપે તો પાછળની જિંદગી સુધારી શકાય. પરંતુ હાલ અહીંના સતાધીશો પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સાત લોકોની કમિટી બનાવેલ હજુ સુધી કોઈ પણ પ્રકારના હજુ કોઈ દરકાર લેવાઈ નથી. (Eye operation at Shantaba Hospital)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.