ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર ગંભીર આક્ષેપો કરતા નેતાઓ મતદાનના દિવસે એક બાંકડે બેસી વાતોની મજા માણતા હોય એવા દ્દશ્યો ઘણાં ઓછા જોવા મળતા હોય છે. આમ, બંને હરીફ ઉમેદવારોનું આવું વલણ કાર્યકરો માટે પ્રેરણારૂપ છે.
જોકે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે. આ બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે, જ્યારે 2014માં 54.47 ટકા મતદાન થયું હતું.
અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયા અને કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. મહત્વનું છે કે, અમરેલી બેઠક પર 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. જો કે, 2014ની તુલનામાં આ વખતે વધારે મતદાન નોંધાયું છે.