ગામના સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્યોની મિલીભગતના કારણે ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડે છે. સરપંચ દ્વારા કોઈ કામગીરી કરવા તૈયાર નથી અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આ વાતથી અજાણ છે. તેથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અવર જવર માટે મુશ્કેલી ભોગવવી પડે છે. રસ્તો ખરાબ અને ઓછી પહોળાઈ ધરાવતો હોવાથી અકસ્માતના બનાવ પણ બને છે.
ગામની પાસે જ ખુલ્લામાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે, જેથી શાળાની નજીક અને બાજુમાં રહેણાંક વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓ અને રહેવાસીઓને બીમારીનું ભોગ બનવું પડે છે. મતિરાળા ગામનો આ રોડ છેલ્લે 2016માં પાસ થયો હતો, તેના માટે કાર્યવાહી હાલ ચાલુ છે તેવું બાંધકામ સમિતિના ચેરમેને જણાવ્યું હતું. આમ બેજવાબદાર તંત્રને કારણે પ્રજાને થતી મુશ્કેલી સામે કોઈ પગલા લેવાતા નથી.