જિલ્લામાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરનાર ગેંગને બાબરા કરીયાણી ગામના રોડ પરથી ઝડપી લેવામાં આવી છે. તેમની પાસેથી વાહન, રોકડ રકમ અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં 10થી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આમ, આ ચારેય આરોપીઓની કુલ 21,951ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી કાળિયો વાઘેલા, 27 વર્ષીય બચુ ચારોલીયા, 24 વર્ષીય રાહુલ પરમાર અને 19 વર્ષીય સજલો પરમાર વિરૂદ્ધ ગૂનો નોંધી સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.