અમરેલી: જિલ્લાના ધારી ખાતે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત વિરજી ઠુમ્મર, અંબરીશ ડેર અને પ્રતાપ દુધાત સહિતના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધારીની પટેલ વાડી ખાતે કોંગી કાર્યકરો અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કોરોના મહામારીના સમયમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળ્યો હતો. આગામી સમયમાં ધારી વિધાનસભાની પેટા ચૂંટણી અનુસંધાને કારોબારી બેઠકનો પ્રારંભ થયો હતો.