અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લામાંથી સટ્ટાની બદીને દુર કરવા સટ્ટો રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી હતી. સટ્ટા રમનાર પર દરોડા પાડી જરૂરી કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી હતી. Dysp કે. જે. ચૌધરીના માર્ગદર્શન અન્વયે ૩ મેના રોજ રાજુલાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ડી.એ.તુવર તથા પોલીસ સ્ટાફ દ્વારા રાજુલા ટાઉનમાં જુના રેલ્વે સ્ટેશન પાસે કનૈયા પાન એન્ડ કોલ્ડ્રીકસની દુકાનમાં IPL ક્રીકેટ મેચમાં સટ્ટાનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડી તેની સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
તો પોલીસે આ આરોપીઓ પાસે થી રોકડા રૂપિયા 21,660 તથા આકડા લખેલ ચીઠ્ઠી તથા ડાયરી સાથે મોબાઇલ ફોન નંગ-3, કિંમત.રૂપિયા 7,000 તેમ કુલ મળીને રૂપિયા 28,660નો મુદ્દામાલ
કબ્જે કર્યો હતો.