અમરેલી જિલ્લા પંચાયતની સ્વભંડોળને રળી આપતી ઈમારત આજે ધૂળધાણી થઈ ગઈ છે. આ ગૌ-શાળામાં 30થી વધુ ઓરડાઓ, મોટું મેદાન અને સભાખંડ આવેલું છે. આ બિલ્ડીંગ 3 માળની બનેલી છે અને તેની ફરતે 15થી વધુ દુકાનો ભાડે છે. જેના કારણે વેપારીઓની આજીવિકા ચાલી રહી છે. આ ઈમારત 1965માં બનાવવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન દ્વારકાદાસ પટેલના હસ્તે કરાયું હતું. તેમજ અમરેલી શહેરની મુલાકાતે આવતા યાત્રાળુંઓને રાતવાસો કરવા માટેની આ અતિ ઉત્તમ ધર્મશાળા હતી.
હાલના સમયમાં આ ધર્મશાળા અમરેલી શહેરના મેઈન રોડ પર આવેલી છે. જેની સાર સંભાળ લેવા માટે તંત્ર કે, રાજકીય નેતાઓ પાસે સમય નથી. તેમજ આ ઇમારતની લાંબા સમયથી મરામત થઈ ના હોવાથી દયનિય હાલતમાં છે અને ભવિષ્યમાં ગંભીર જાનહાનિ થવાની શક્યતાઓ વધી શકે છે. વધુમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છટકું વાતો કરી આગળના હોદ્દેદારોની કારણો જવાબદાર ઠેરવી રહયા છે.