ETV Bharat / state

અડધોઅડધ અમરેલીની સરકારી જમીન પચાવી પાડવાનો 20 વર્ષથી ચાલતો કારસો, અમરેલી પોલીસે કર્યો પર્દાફાશ - જમીન કૌભાંડ

અમરેલી શહેરની અગત્યની સરકારી જમીન પડાવી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મૂળ અમરેલીના અને હાલ વાપી રહેતાં વલી મેહેતરે અમરેલીમાં પોતાના બે કુલમુખત્યાર નીમીને શહેરની મહત્વની જમીનના ખોટા દસ્તાવેજના આધારે જમીન હડપ કરી લેવાના પ્રયત્નોને કર્યાં હતાં. અમરેલી કલેક્ટર અને અમરેલી એસ.પી છેલ્લાં ૨૦ વર્ષથી ચાલી આવતી આ પ્રક્રિયાનો પર્દાફાશ કરી બે આરોપીઓને પકડી પાડ્યા છે.

અડધોઅડધ અમરેલીની સરકારી જમીન પચાવી પાડવાનો 20 વર્ષથી ચાલતો કારસો, અમરેલી પોલીસે કર્યો પર્દાફાશ

author img

By

Published : Jun 8, 2020, 8:49 PM IST

અમરેલી: અમરેલી શહેરની અગત્યની સરકારી જમીન પડાવી લેવાના આ મોટા કૌભાંડમાં અમરેલી પોલીસના સકંજામાં આવેલા આ બે શખ્સો યુસુફભાઈ મોતીવાલા અને વિનોદભાઈ ભાડવાળાએ વાપીમાં રહેતાં વલીભાઈ સુલેમાનભાઈ મહેતર નામના શખ્સના કુલમુખત્યાર બન્યાં હતાં. આ લોકો વલી મેહેતર બનાવેલા ખોટા દસ્તાવેજોના આધારે અમરેલીની સરકારી અને મહત્વની અનેક જમીનો પડાવી લેવા છેલ્લા 20 વર્ષથી કારસો કરી રહ્યાં હતાં.

પોલીસે જણાવ્યા મુજબ વલી મહેતર જે મુખ્ય આરોપી છે તેમના બે વિશ્વાસુ શખ્સોએ અમરેલી કલેક્ટર પાસે આ જમીનો પરત મેળવવા અથવા તો જમીનનું વળતર આપવાની અરજી કરેલી હતી. 2008થી આ અરજી કલેક્ટર કચેરીમાં હતી. પરંતુ અમરેલી કલેક્ટર આયુષ ઓક અને અમરેલી એસ.પી નિર્લિપ્ત રાયની જાગૃતતાથી જે ખોટા દસ્તાવેજો ઉભા કરાયાંની શંકા જતા એફ.એસ.એલ.માં મોકલી દસ્તાવેજોની અસલિયત જાણવા પ્રયત્ન કર્યો હતો તેમાં તમામ દસ્તાવેજો ખોટા પુરવાર થયાં હતા.

અડધોઅડધ અમરેલીની સરકારી જમીન પચાવી પાડવાનો 20 વર્ષથી ચાલતો કારસો, અમરેલી પોલીસે કર્યો પર્દાફાશ

આશ્ચર્યની વાત એ છે કે, આ દસ્તાવેજોમાં દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમ જ જે તે સમયના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની સહીઓ આ દસ્તાવેજોમાં હતી. આ ઉપરાંત જૂના સમયના સરકારી સીલ તેમ જ એ સમયની ટિકિટો પણ લગાવવામાં આવી હતી. પરંતુ એફ.એસ.એલ.ની તપાસને અંતે આ તમામ હકીકતો ખોટી અને બનાવટી પુરવાર થતાં પોલીસે જમીન પાછી મેળવવાની અરજી કરનાર આ બે કુલમુખત્યારો તરત જ દબોચી લીધા અને પૂછપરછ હાથ ધરી. આ સમગ્ર બનાવટી દસ્તાવેજ બનાવનાર મુખ્ય આરોપી વલી મહેતરને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

અમરેલી શહેરની શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ, સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ તેમજ કલેકટર એસ.પી. અને અમરેલીના ન્યાયમૂર્તિ તેમજ સરકારી અધિકારીઓ જ્યાં રહે છે તે સુખનિવાસ કોલોનીની જમીન એટલે કે અડધાઅડધ અમરેલીની હૃદય સમાન જમીનોને પોતાને નામે હોવાનું તરકટ કરવામાં આવ્યું હતું. વલી મહેતરે કરેલી અરજીમાં દાવો કર્યો છે કે, પોતાના દાદા ડોસા મહેતર સ્વાતંત્રસેનાની હતાં અને ગાંધીજી સાથે અનેક આંદોલનમાં સામેલ હતાં જેના કારણે આ જમીનોનો અમને દસ્તાવેજો કરી આપવામાં આવ્યો છે. પરંતુ પોલીસે તપાસ કરતા ગાંધીજી સાથે જે 70 મુખ્ય સ્વાતંત્ર સેનાનીઓ હતા તેમાં તેમના દાદાનું નામ પણ નથી અને સ્વાતંત્ર સેનાની પણ નહોતાં ત્યારે મહત્વની વાત તો એ છે કે, ત્રીજી પેઢીએ સગા થતાં આ વલી મહેતરને તેમના દાદાએ પોતાની આ જમીનના વારસદાર હોવાનું પણ લેખિતમાં આપ્યું હતું. પ્રારંભથી અંત સુધી તમામ નકલી કાગળો ઉભા કરવામાં આવ્યાં છે. તેમાં અમુક લોકોની મદદ વડે અને કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી સહીઓ તેમ જ સીલ અને કાગળો જૂના સમયના હોય તેવા જ ઉભા કરી ખોટા દસ્તાવેજ બનાવ્યાં હતાં.

અમરેલી શહેરની પાંચ જગ્યાએ આવેલી મહત્વની જમીન પડાવી લેવાના આ પ્રયત્નમાં વલી મહેતરની ધરપકડ થયા બાદ આ કૌભાંડમાં વધુ કોણ લોકો સામેલ છે. કોની મદદ લીધી હતી અને અન્ય કોઈ સ્થળોએ આવો જમીનો પડાવવાનો કારસો ઘડયો છે કે કેમ તે તમામ સવાલો મુખ્ય આરોપી ઝડપાયાં બાદ જાણવા મળશે. સમગ્ર ગુજરાતમાં આવી મોટીમસ જમીનો પડાવી લેવાનું કૌભાંડ કદાચ આ અમરેલીમાં જ બન્યુંં હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.