- સગીરાને ભગાડી જવાના ગુનામાં યુવાનને ચાર વર્ષની સજા
- અમરેલી પોક્સો કોર્ટે (POCSO COURT) ફટકારી 4 વર્ષની સજા
- રૂપિયા 50 હજારનું વળતર આપવા હુકમ
અમરેલી : શહેરી વિસ્તારમાં ચાર વર્ષ પહેલા એક સગીરાને ભગાડી જવાના ગુનામાં અમરેલીના યુવાનને અદાલતે ચાર વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. આ ગુનામાં તેને મદદગારી કરનારા યુવાનને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયો છે.
આ પણ વાંચો : POCSO કાયદાની સામે ગુજરાત કેટલો સજ્જ?
અમરેલી સિટી પોલીસ મથકમા IPC અને પોક્સો એક્ટ (POCSO ACT) હેઠળ ગુનો નોંધાયો હતો
અમરેલીના ગૌતમ નાગજીભાઇ ધરાણીયા નામનો યુવાન પોતાના મિત્ર શની ફકિરભાઇ સીતાપરાની મદદથી અહીની એક સગીરાને ચાર વર્ષ પહેલા લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. જે બાબતે 4 વર્ષ પહેલા તારીખ 20/1/17ના રોજ તેની સામે અમરેલી સિટી પોલીસ મથકમા IPC અને પોક્સો એક્ટ (POCSO ACT) હેઠળ ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો : દેશમાં પોક્સો હેઠળ કિશોરો સામે 1492 કેસો નોંધાયા
કોર્ટે શની સીતાપરાને નિર્દાષ છોડી મૂક્યો
અમરેલીમાં તત્કાલીન PSI વી.ડી.ભરવાડ તથા વી.આર.ચૌધરીઓ આ બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. દરમિયાન આ અંગેનો કેસ અમરેલીની સ્પેશ્યિલ પોક્સો કોર્ટ (POCSO COURT)માં ચાલી જતા સરકારી વકિલ જે.બી.રાજગોરની દલીલ માન્ય રાખી ગૌતમ ધરાણીયાને ચાર વર્ષની કેદ ફટકારી હતી અને 5 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જ્યારે કોર્ટે શની સીતાપરાને નિર્દાષ છોડી મૂક્યો હતો. ભોગ બનનારી સગીરાને રૂપિયા 50 હજારનુ વળતર આપવાનો પણ અદાલતે હુકમ કર્યો છે.