અમરેલી : બ્રુહદ ગીરમાં સિહોને પરેશાન કરાતા હોય તેવા વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સિંહોને પરેશાન કરાતા હોય તેવો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મારણ પર બેસેલી એક સિંહણ અને તેના બે બચ્ચાને બાઈક ચાલક ખૂબ જ નિર્દયતાપૂર્વક મારણ પરથી દૂર કરે છે જેનો વિડીયો સોશિયલ મીડિયાના વાયરલ થયો છે.
વધુ એક વખત ગીરના સિંહને કરાયા પરેશાન વધુ એક વખત સિંહને પરેશાન કરાતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક સિંહણ અને તેના બે બચ્ચા ખેતરની વચ્ચે મારણ કરીને ભોજનની મીજબાની માણી રહ્યા હતાં. આવા સમયે એક બાઈક ચાલક બાઈક સાથે આવીને શિકાર પર બેઠેલી સિંહણ અને તેના બે બચ્ચાને ખૂબ જ નિર્દયતાપૂર્વક દૂર ખસેડતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા અને ભેરાઈ વિસ્તારનો હોવાનું જણાય આવે છે.
આ પણ વાંચો Video Viral : નવસારીમાં રાત્રી દરમિયાન રસ્તા પર 12 ફુટનો મહાકાય અજગર રસ્તો ઓળંતો દેખાયો
વન વિભાગનો કર્મચારી વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જે વ્યક્તિ બાઈક પર આવીને સિંહોને પરેશાન કરે છે તે વન વિભાગનો જ કર્મચારી હોવાનું પણ જાણવા મળે છે. જેને લઈને સમગ્ર મામલો ખૂબ જ ગંભીર બની જાય છે. વન વિભાગ અન્ય લોકો વિરુદ્ધ ખૂબ જ આકરી કાર્યવાહી કરતું હોય છે. ત્યારે વન વિભાગના જ કર્મચારી સિંહોને પરેશાન કરી રહ્યા છે. ત્યારે તેની વિરુદ્ધ કેવી આકરી કાર્યવાહી થશે તેને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ખૂબ જ ભારે ઇન્તઝારી જોવા મળે છે.
આ પણ વાંચો Video Viral : દિપડાએ હરણના શિકાર કર્યાની ઘટના કેમેરામાં થઈ કેદ, જૂઓ વિડીયો
સિંહોને પરેશાન કરવામાં હવે વન કર્મચારીઓ શામેલ અત્યાર સુધી સિંહને પરેશાન કરાતા હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કેટલાક લોકો વન વિભાગની પકડમાં આવી ચૂક્યા છે. કેટલાક જેલની હવા પણ ખાઈ રહ્યા છે. ત્યારે પ્રથમ વખત આ પ્રકારે સિહો મારણ પર બેઠેલા હોય ત્યાંથી તેને દૂર કરીને પરેશાન કરવાના કિસ્સામાં વન વિભાગના જ કર્મચારીઓની શામેલગીરી સામે આવી છે. જે ખૂબ ચિંતાનો વિષય છે. જેની જવાબદારી સિહોના રક્ષણ અને તેની સંતતિને સુરક્ષિત કરવાની હોય તેવા વન વિભાગના કર્મચારીઓ સિંહોને નિર્દયતાપૂર્વક પરેશાન કરી રહ્યા છે. જેને લઈને સિંહ પ્રેમીઓમાં પણ ભારોભાર રોષ જોવા મળે છે. અન્ય વ્યક્તિઓ ઉપર ખૂબ જ આકરી કાર્યવાહી કરતું વન વિભાગ પોતાના જ કર્મચારી પર કાર્યવાહી કરશે કે કેમ તેવા વેધક સવાલો સિંહ પ્રેમીઓમાં જોવા મળી રહ્યા છે.