અમરેલી : રાજુલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો અન્યની જગ્યાએ પ્રેક્ટ્રિક્સ કરતા રંગેહાથ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. રાજુલા શહેરમાં આવેલી મલ્ટી સ્પેશ્યાલીટી ધરાવતી પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં સરકારી હોસ્પિટલના પ્રેક્ટિસ કરતા બે ડોકટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા. રાજુલા શહેરની ખાનગી સમર્પણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. અહીં ભાવનગર આરોગ્ય વિભાગના RDD ડાયરેક્ટર મનીષ ફેન્સી, અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ.જોષી સહિત આરોગ્ય વિભાગ ટીમના ઓફિસર દ્વારા દરોડા પાડતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
આ પણ વાંચો : Vadodara News : એસએસજી હોસ્પિટલમાં વિશ્રામ સદનની સુવિધા શરુ, દર્દીઓના સ્વજનો માટે રાહતની વાત
શું છે સમગ્ર મામલો : શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આજે અચાનક આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન ડો.મહેશ કાતરીયા નવજાત શિશુ તેમજ બાળરોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. સાથે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં ભૂમિકા કડીયા સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. આ ડો.ભૂમિકા કડીયા પાસે હજુ ગાયનેક વિભાગની ડીગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંનેના નિવેદન લેવામાં આવેલા હતા. આ ઉપરાંત બંનેને નોટિસ હાલ ફટકારવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીને સમગ્ર મામલે વધુ તપાસ કરવા સૂચન પણ કરેલા છે.
આ પણ વાંચો : Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાને લઈને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ
પ્રાઈવેટ પ્રેક્ટ્રિક્સ કરતા ઝડપાયા : ભાવનગર આરોગ્ય વિભાગના આર ડી.ડી.ડાયરેક્ટ મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, રાજુલા શહેરના સરકારી હોસ્પિટલના બે ડોક્ટરો ફરજ બજાવે છે. સરકાર તેમને પગાર પણ આપે છે. તેમને ત્યાં ફરજ બજાવવાની ના બદલે શહેરની ખાનગી હોસ્પિટલ સમર્પણમાં પોતાની પ્રાઇવેટ પ્રેક્ટ્રિક્સ કરતા રંગે હાથે ઝડપાયા છે. ભૂમિકા કડિયા ગાયનેક ડીગ્રી ધરાવતા ન હોવા છતાં અહીં પ્રેક્ટિસ કરતા હોય તેમજ સોનોગ્રાફી કરતા હતા. જેથી જરૂરી કાર્યવાહી કરી છે. હવે પછીની કાર્યવાહી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવશે.