અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાના પાદરની અડધાથી પોણા ફૂટના કપાસના છોડ ઉભા થઇ ગયા છે. પણ આ ખેડુતોને પોતાનો પાક ઉગારવા માટે થઇને ખેડૂતોએ મોંઘાભાવના ખાતર બિયારણ વાવીને વરસાદની વાટ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે. પણ કાળા વાદળો પણ વરસાદ જોવા મળી રહ્યો નથી.
તો વરસાદ ન આવવાના પગલે ખેડુતોનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીંતી પણ સતાવી રહી છે. વરસાદમાં જો હવે મોડું થાય તો 1 વિઘા પર અંદાજે 3000 આસપાસનો ખર્ચો ખેડૂતોએ કરી નાખ્યો છે. તો આ સાથે જ દાડીયા મજૂરો ઉભા કપાસના છોડ નજીક નિંદામણ કરી રહ્યાં છે. આ સાથે જ ખેડૂત આકાશ પર નજર નાંખીને વરસાદ વરસે તો પાક બચી જાય તેવી આશાઓ સેવી રહ્યો છે.