અમરેલી જિલ્લાની 11 પાલિકાઓમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાવરકુંડલા સિવાય ક્યાંય નથી. ત્યારે અમરેલીનું પાલિકા તંત્ર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની બદલે મૂર્ખામીભર્યુ કાર્ય કરી રહ્યું છે. કામનાથ મહાદેવ મંદિર પાછળની નીકળતી ઠેબી નદીમાં ભૂગર્ભ ગટરનું પાણી ઠલવાઇ રહ્યું છે. જેથી નદીનું પાણી દૂષિત થઇ રહ્યું છે. ગંદા પાણીના કારણે લોકોમાં ભંયકર બીમારીનો ભોગ બની રહ્યાં છે. છતાં તંત્રને પોતની ભૂલ સમજાઇ રહી નથી.એટલે દૂર્ગંધ મારતાં પાણીને ઠેબી નદીમાં ઠલવાતું અટકાવવા વિપક્ષ દ્વારા પાલિકા તંત્રને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવી હતી. પરંતુ નેતાએ માત્ર અફસોસ કરી હાથ ખંખેરી નાંખ્યા હતા.
ડ્રેનેજના ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ જણાવી રહ્યાં છે કે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાથી ઠેબી નદીમાં ઠલાવાય છે. ભૂગર્ભ ગટરનું કામ 95 % થયું છે. તેમજ વોટર પ્લાન્ટની દરખાસ્ત કરી છે,તેથી ટૂંક સમયમાં તેની પર કામ કરવામાં આવશે.