- કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ પોતાની ગ્રાન્ટમાંથી 1 કરોડ રૂપિયા આપ્યા
- અમરેલી સિવિલમાં 5 વેન્ટીલેટર મશીન લાવવામાં આવ્યા
- રાજુલા ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે
અમરેલી: કોરોનાના સંક્રમણ (Corona transition) ને અટકાવવા અમરેલી (Amreli) જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય પ્રધાન પરષોત્તમભાઈ રૂપાલા(Union Minister Parshottambhai Rupala)એ તેમની ગ્રાંટમાંથી તાજેતરમાં રૂપિયા 1 કરોડ ફાળવ્યા હતા. જેમાંથી રૂપિયા 37.50 લાખના પાંચ અધ્યતન વેન્ટીલેટર અમરેલી સીવીલ એટલે કે શાંતાબા ગજેરા હોસ્પિટલને આપવામાં આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલમાં 62 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાલ ચાલી રહી છે.
ઓક્સિજન વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવી
તાજેતરમાં કોરોનની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની તાતી જરૂરિયાત હતી. જેના અનુસંધાને કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા દ્વારા રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાંટમાંથી વેન્ટીલેટર ખરીદવામાં આવ્યા હતા. આ વેન્ટિલેટરો અમરેલી સિવિલમાં દાખલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયા છે.
આ પણ વાંચો : સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણ ખાતે ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત
ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલી રૂપિયા 1 કરોડની ગ્રાન્ટમાંથી આગામી દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઇ જતા દરરોજના 50 થી 60 જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાય તેટલો જથ્થો પેદા થશે. જેથી હાલ અમરેલી જિલ્લામાં ઓક્સિજનની અછતની સમસ્યાને સંપૂર્ણપણે સંતોષી શકાશે.
આ પણ વાંચો : ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે 17 ટન ઓક્સિજન જથ્થો આવ્યો