અમરેલી: રાજકારણના ગઢ કેવાતા અમરેલીમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. બગસરા ભાજપ શાસિત નગરપાલિકામાં વિચિત્ર પ્રકારે ઠરાવ પસાર કરવામાં આવતા અમરેલી જિલ્લામાં રાજકારણ ગરમાયુ છે. જોઈએ આ કેવા ઠરાવ હતો કે જેના કારણે મોટો વડા વિવાદ સર્જાયો હતો.
નગરપાલિકાના મહિલા સદસ્યે આપી માહિતી: બગસરા નગર પાલિકાના મહિલા સદસ્યને પૂછતાં એમને પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના 8 સભ્યો હોઈ એ 8 સભ્યો આખી મિટિંગને હાથમાં લે છે. જેમકે અમોજ આ મિટિંગ ચલાવીએ છીએ. જેમાં 8 ની જગ્યાએ 25 થી 30 કોંગ્રેસના હોદ્દેદારો આવતા હોય ભાજપને આવતા હોય એટલા માટેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
વિપક્ષ માત્ર લાઈવ કરે છે: કોંગ્રેસ પાલિકા વિપક્ષ નેતા સાથે વાત કરતા એમને પણ આ ભાજપ શાસિત પાલિકામાં થયેલા વિચિત્ર ઠરાવ મુદ્દે જણાવ્યું કે ભાજપ સરકાર મહિલાઓ માટે સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. મહિલાઓને આગળ લાવવાની વાતો કરે છે. મહિલાઓ પ્રમુખ બનતી હોય અને આ મહિલાઓના પતિદેવ મહિલાને સાઈડ લાઇન કરે છે. પોતે જ વહીવટ કરવા માંગે છે. એટલા માટે કે ભ્રષ્ટાચાર કરવો છે. મહિલાઓને આગળ લાવવાનો બદલે પતિદેવને આગળ થવી છે. મહિલાઓ માત્ર રબ્બર સ્ટેમ્પ રાખવાના છે. મોબાઈલ પર પ્રતિબંધ મુકાયો તો વિપક્ષ માત્ર લાઈવ કરે છે અને લાઈવ કરીએ છીએ.
માત્ર બ્લડ રિલેશન: અમરેલી જિલ્લા પ્રમુખના નિવેદનને લઇ બગસરા પાલિકામાં મહિલા સદસ્યની સલામતી માત્ર બ્લડ રિલેશન સદસ્યની સાથે રાખવાથી મહિલા પોતાની સલામતી અનુભવી આમ આ મામલે બગસરા નગરપાલિકાએ કરેલી મનમાની સ્વીકારવી પડી ઠરાવમાં સાધારણ સભામાં મોબાઈલ લાવવા મુકાયો હતો. પ્રતિબંધ મહિલા સદસ્ય તેમની સલામતી માટે બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિ સાથે રાખી શકશે. જેવા મુદ્દે રાજકારણમાં હડકંપ મચી જેમાં જૂની કહેવત પ્રમાણે પાલિકાએ થૂંકેલું ફરી ચાટવું પડ્યું સમાન સ્થિતિ સર્જાઈ પાલિકાના સત્તાધીશોએ કરેલી ભૂલ સ્વીકારી ઠરાવને રદ કર્યો હતો.