અમરેલી : ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં આશીર્વાદ લીધા બાદ વેરાવળ અને ધોરાજીમાં ભાજપની રેલીને સંબોધીને અમરેલીમાં જાહેર સભાને સંબોધી હતી.
PM મોદીની અમરેલીમાં જનસભા શું કહ્યું : PM મોદીની અમરેલીમાં જનસભા દરમિયાન જણાવ્યું હતું કે, અમરેલીમાં છેલ્લા 4 થી 5 વર્ષથી સારો વરસાદ હોવા છતાં ગુજરાતને પાણીદાર બનાવવા પાઈપલાઈનથી પાણી પહોચાડવા સહીત સિંચાઈ યોજનાઓ માટે કામો કર્યા છે. ભૂતકાળમાં પાણી માટે અમરેલી વલખા મારતુ હતું. જેને લઇને હાલ સિચાઈની પુષ્કળ સુવિધા ઊભી કરાઇ છે. લોકો ગામડે પછા આવવાનુ પસંદ કરતા ન હતા ત્યારે સરકારે ગામડાઑમાં સુવિધા ઊભી કરાવી ગામડાઓને બચાવી લીધા હોવાનું PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વધૂમાં કોંગ્રેસનો એક માણસ તમારું ભલું નહીં કરી શકે, તમારો વોટ શું કામ બગાડો છો તેમ કહીને મોદીએ કોંગ્રેસને વિકાસની પરિભાષાની જ ખબર ન હોવાનું જણાવી લોકોને કોંગ્રેસ પાસે અપેક્ષા ન રાખવાનું કહ્યું હતું.
20 વર્ષમાં અમરેલીમાં મોટા પાયે બદલાવ આવ્યા :સિંચાઇની સુવિધાને લઇને ખેડૂતો હવે ત્રણ-ત્રણ પાક લઇ રહ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં શાકભાજી, ફળોનુ ઉત્પાદન વધ્યુ છે. એટલું જ નહિ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી સારી કમાણી રોળી રહ્યા છે. ઉપરાંત જાફરાબાદની બાજરી દુનિયામાં આવતા વર્ષે ડંકો વગાડશે. તેમ પણ અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું. વધુમાં PM મોદીએ વધુમાં કહ્યું જતું કે છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં મોટા પાયે બદલાવ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ઉધોગમાં અમરેલીનો સમાવેશ થઇ રહ્યો છે.