અમરેલીઃ જાફરાબાદ શહેરમાં તંત્રની મંજૂરી લીધા વિના લગ્નપ્રસંગ યોજાતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. આ ફરિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે તંત્રની ખાસ શરતો આધીન મંજૂરી આપવામાં આવતી હોય છે, ત્યારે મંજૂરી વિના લગ્નોત્સવ થતાં કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચનાથી ફરિયાદ નોંધાવામાં આવી છે.