- અમરેલીના જાફરાબાદ માઈન્સ વિસ્તાર (Jafrabad Mines area)માં 1 વર્ષના સિંહનું મોત
- એક વર્ષના સિંહનું મોત ઈનફાઈટ (Infight)ના કારણે થયું હોવાનું જણાયું
- સિંહનો મૃતદેહ મળતા જાફરાબાદ વનવિભાગ (Jafrabad Forest Department) ઘટનાસ્થળે પહોંચ્યું હતું
અમરેલીઃ સિંહો માટે અમરેલી જાણે માફક આવી ગયું હોય તેમ લાગે છે, પરંતુ અમુક સમયે સિંહોને લઈ દુઃખદ સમાચાર મળતાં હોય છે. એશિયાટિક સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામા વધી રહી છે તેની સામે સતત સિંહોના મોત પણ સામે આવી રહ્યા છે. કારણ કે, ગઈકાલે જાફરાબાદ રેન્જ વિસ્તારમાં અલ્ટ્રાટેક માઈન્સ વિસ્તાર (Ultratech Mines Area)માં એક વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા જાફરાબાદ વનવિભાગ (Jafrabad Forest Department) ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને સ્થાનિક જગ્યાએ પહોંચી વનવિભાગે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો- ગીર પૂર્વના આદસંગ નજીક સિંહનો મૃતદેહ મળ્યો, નખ ગાયબ હોવાથી તપાસનો ધમધમાટ
શંકાસ્પદ કંઈ ન મળ્યું હોવાનો વનવિભાગનો (Forest Department) દાવો
આ અંગે પૂરતી તપાસ કર્યા બાદ વનવિભાગે (Forest Department) દાવો કર્યો હતો કે, શંકાસ્પદ કંઈ જ મળ્યું નથી. ત્યારબાદ સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર (Babarkot Animal Care Center)માં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. ત્યારબાદ સિંહનું ઈનફાઈટના કારણે મોત થયું હોવાનું જાહેર થયું હતું.
આ પણ વાંચો- જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે
ઈનફાઈટમાં સિંહોના મોતનું પ્રમાણ વધ્યું
સિંહો કુદરતી રીતે આકસ્મિક ઈનફાઈટ મોતનો સિલસિલો ચાલુ જ જોવા મળે છે. જ્યારે ઈનફાઈટની ઘટના પણ ઘણી વાર સામે આવતી હોય છે. કેટલીક વખત ઈજાગ્રસ્ત થયેલા સિંહોને વનવિભાગ રેસ્ક્યૂ કરી સારવાર આપે છે તો કેટલાક ગંભીર હાલતમાં મળી આવે છે. આ પ્રકારમાં ઘર્ષણના કારણે પણ અનેક વનરાજે જીવ ગુમાવ્યા છે.