- પુત્ર પિતા માટે બપોરે ટિફિન લઈનો આવતો
- ટિફિન લઈને આઇને જોતા પિતા લોહીલુહાણ દેખાયા
- પુત્ર ઘરે ટિફિન લેવા ગયો ત્યારે દીપડાએ લાલજીભાઇનો ભોગ લીધો
અમરેલી : જિલ્લામાં પુત્ર પિતા માટે બપોરે ટિફિન લઈનો આવતો હતો. ત્યારે તેને આવતા પિતાને લોહીલુહાણ જોઈ સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. રાજકોટ સિવિલ ખાતે સારવાર દરમિયાન જ પિતાનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
દીપડાના હુમલાથી ગામ લોકોમાં ભયનો માહોલ
પિતા પુત્ર ખેતરમાં કામ કરતા હતા. ત્યારે ઘટનાના થોડી કલાકો પેહલા ઢોરના અવાજથી લાલજીભાઈએ દીપડો આવ્યો એવી વાત કરી હતી. પુત્ર ઘરે ટિફિન લેવા ગયો ત્યારે દીપડાએ લાલજીભાઈનો ભોગ લઇ લીધો હતો. દીપડાના હુમલાની વાત અને લાલજીભાઈના મૃત્યુની વાતને લઇ ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો : માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગે લીધો રાહતનો શ્વાસ