ETV Bharat / state

સાવરકુંડલા નજીક માલગાડી અકસ્માતમાં નર સિંહનું થયું મોત

સાવરકુંડલા નજીક ખડકાળા ગામ પાસેના રેલવે ટ્રેક પર ફાટક નંબર 52 પાસે ગત રાત્રીના સમયે માલગાડી પસાર થઈ રહી હતી. તે સમયે નરસિંહ ટ્રેનની અડફેટે આવી જતા સિંહનુ ઘટનાસ્થળે જ મોત થયું છે. વન વિભાગના અધિકારીઓને જણ થતા સિંહોના મૃતદેહનો કબજે કર્યો હતો.

સાવરકુંડલા નજીક માલગાડી અકસ્માતમાં નર સિંહનું થયું મોત
સાવરકુંડલા નજીક માલગાડી અકસ્માતમાં નર સિંહનું થયું મોત
author img

By

Published : Aug 22, 2021, 11:15 AM IST

Updated : Aug 22, 2021, 12:35 PM IST

  • સાવરકુંડલા માલગાડીની અડફેટે સિંહનું થયુ મોત
  • ખડકાળા ગામના 52 નંબરના ફાટક પર સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં પાંચ વર્ષના નરસિંહનું થયું ઘટના સ્થળે જ મોત

જૂનાગઢ: સાવરકુંડલા નજીક ખડકાળા ગામ પાસેના રેલવે ટ્રેક પર ફાટક નંબર 52 પાસે ગત રાત્રીના સમયે માલગાડી પસાર થઈ રહી હતી. તે સમયે નરસિંહ ટ્રેનની અડફેટે આવી જતા સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાની જાણ વન વિભાગને થતાં વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સિંહોના મૃતદેહનો કબજો લઈ રાત્રિના બે કલાકની આસપાસ ટ્રેનને રવાના કરવામાં આવી હતી વધુ એક વખત રેલવે ટ્રેકથી સિંહો માટે ઘાતક બની રહ્યો છે. જેને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: રાજુલા નજીકથી વનવિભાગ દ્વારા સિંહોને ખસેડાયાં, ધારાસભ્યએ કર્યો વિરોધ

રેલવે ક્રોસિંગ પર અકસ્માતમાં સિંહનું મોત

અમરેલી જિલ્લામાંથી પસાર થતી રેલવે લાઇન વધુ એક વખત સિંહોના મોતનું કારણ બની છે. ગત રાત્રીના દસ વાગ્યાની આસપાસ સાવરકુંડલા નજીક આવેલા ખડકાળા ગામના 52 નંબરના રેલવે ક્રોસિંગ પરથી અંદાજીત પાંચ વર્ષના નર સિંહનો અકસ્માત થયો છે. જેમાં સિહનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, સિંહના કપાયેલા અંગોને એકઠા કરવાની ફરજ વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને પડી હતી. સમગ્ર મામલાની જાણ સાવરકુંડલા વન વિભાગના અધિકારીઓને થતાં અધિકારીનો કાફલો અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં મોતને ભેટેલા સિંહના મૃતદેહનો કબજો કરીને રાત્રિના બે વાગ્યાની આસપાસ માલગાડીને રવાના કરવામાં આવી હતી.

સાવરકુંડલા નજીક માલગાડી અકસ્માતમાં નર સિંહનું થયું મોત

આ પણ વાંચો: અગાઉ સમગ્ર ભારતમાં રહેનાર સિંહ આજે માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો કારણ...

ફરી એક વખત અમરેલી જિલ્લાના રેલવે ટ્રેક સિંહો માટે થયો ઘાતક પુરવાર

પાછલા કેટલાક વર્ષોથી અમરેલી જિલ્લાના રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતનો સિલસિલો શરૂ થયો છે. જે ખૂબ જ ચિંતા ઉપજાવે તેવો છે તેમાં આજે નવું સંસ્કરણ ઉમેરાયું છે. આજે પાંચ વર્ષના નર સિંહનુ મોત થયું છે સાવરકુંડલાથી લઈને રાજુલા અને પીપાવાવ સુધીનો રેલવે ટ્રેક સિંહો માટે પાછલા કેટલાક વર્ષોથી ખૂબ જ ઘાતક પુરવાર થયો છે. કસ્માત બાદ કપાયેલા સિંહના અંગોને વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ ધારી એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. જે પ્રકારે સિંહોના ટ્રેનની અડફેટે મોત થઈ રહ્યા છે. તેને લઈને વન વિભાગ અને રેલવેના અધિકારીઓ સાથે અવાર-નવાર બેઠકો અને ચર્ચાઓ થઈ છે. તેમ છતાં અકસ્માતોના નિવારણને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી જેને કારણે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Last Updated : Aug 22, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.