અમરેલીઃ અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહોના મોત થઈ રહ્યા છે. જેને લઇને કેન્દ્રની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આજરોજ રાજુલા નજીક મોટાઆગરિય ગામે 10 માસના સિંહબાળને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
મોટા આગરિયાના વાવડી રોડ પરથી આ સિંહબાળને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં રેસ્કયૂ કરી એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું.