- તૌકતે વાવાઝોડાને કારણે અમરેલી અંધારપટ
- 43 જેટલા અર્બન ફીડર હાલ બંધ હાલતમાં
- 43 સબ સ્ટેશન ખોરવાયા
અમરેલીઃ જિલ્લામાં ક્યાંક વીજપોલ તૂટ્યા તો ક્યાંય મોટા વૃક્ષો ધરાશાઈ થતાં કુલ 73 જેટલા 66 કેવી સબ સ્ટેશનોમાંથી 43 જેટલા ખોરવાયા છે. સમગ્ર જિલ્લાના એટલે કે 602 ગામોમાં પાવર ઓફના કારણે અંધાર પટ છવાયેલો છે. વરસાદી તોફાન વચ્ચે પણ સમારકામ પુરજોશમાં ચાલુ છે. 43 જેટલા અર્બન ફીડર હાલ બંધ હાલતમાં છે. અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના 136 જેટલા જ્યોતિગ્રામ ફીડરોને પણ અસર થઇ છે. હાલ રીપેરીંગ કામ ચાલુ છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાએ લોકોને બેઘર કર્યા
2600 જેટલા વીજપોલ ડેમેજ
જિલ્લાના ઘણા ગામો જ્યોતિગ્રામ હેઠળની સેવાનો લાભ લઇ રહ્યા છે. એમાંના 2600 જેટલા વીજપોલ ડેમેજ થયા છે. 39 વિભાગની તેમજ મોટા ભાગની કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા કાર્યવાહી ચાલુ છે. UGVCLની 15 જેટલી વધારાની ટીમ બોલવાઈ છે. જે ખાસ જાફરાબાદ અને ઉના પંથકના ગામોમાં કામ કરશે.
આ પણ વાંચોઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો