અમરેલીઃ હાલ સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. એવામાં અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 100 જેટલા શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૯૬ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ૪ રિપોર્ટ હજુ પેન્ડીગ છે. જેમાં રેપીડ ટેસ્ટ કીટ દ્વારા 87 રિપોર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લામા 3322 પ્રવાસીઓ હોમ ક્વોરન્ટઇન હેઠળ છે. 4206 પ્રવાસીઓના 14 દિવસનો હોમ ક્વોરન્ટઇન સમય પૂર્ણ થઈ ગયો છે. 48 હજારથી વધુ હાઉસ ટુ હાઉસ સર્વે કરી 2.2લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હજુ સુધી અમરેલી જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી, જે અમરેલી માટે રાહતના સમાચાર છે.