અમદાવાદ વધારે પૈસા સાથે લઇને ધરની બહાર નિકળતા પહેલા ચેતી જજો. તમારા પૈસાની સાથે તમારી સુરક્ષાને ખતરો છે. આવી જ એક ધટના અમદાવાદમાં બની છે. નરોડા વિસ્તારમાં રહેતો 28 વર્ષીય યુવક નોકરી પૂરી કરીને ઘરે જતો હતો. આ સમયે ઓટો રિક્ષામાં બેઠો હતો. તેમાં બેઠેલા પાંચ શખસો અને ડ્રાઇવરે મળી કુલ છ શખસોએ યુવકને માર મારી છરી મારી રૂપિયા 14 હજાર રોકડ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ ચોરી (Robbery incident in Ahmedabad) લીધો હતો. આ અંગે નરોડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ટ્રાવેલ્સ એજન્ટનો ધંધો આ ઘટનાની માહિતી Etv Bharat ના રીપોર્ટએ ટેલીફોનીક દ્વારા નરોડા ના પી.આઇ એસ.જે. ભાટિયા થી જણાવ્યું કે આ સમગ્ર ઘટના નરોડા વિસ્તારમાં આવેલા મુરલીધર હાઇટ્સમાં (Muralidhar Heights Naroda) સર્વેસ તોમર પરિવાર સાથે રહે છે. અને ટ્રાવેલ્સ એજન્ટનો ધંધો કરે છે. ગત 15મી તારીખના રોજ રાત્રીના નવ વાગ્યે તેઓ ઘરે જવા માટે નિકળ્યા હતા. આ સમયે ઓટોરિક્ષામાં બેઠા હતા. આ જે પછી નરોડા દહેગામ રોડ પર રિક્ષા ઉભી રાખી હતી. તેમા બેઠેલા અન્ય પેસેન્જર અને ચાલકે અન્ય સ્થળ પર ઓટો રિક્ષા લીધી હતી.
તિક્ષ્ણ હથિયારનો ઘા વધુ જાણકારી આપતા નરોડા ના પી.આઇ (Naroda PI) એસ.જે. ભાટિયાએ જણાવ્યું હતું કે બાદમાં રસ્તામાં ચાલુ રિક્ષાએ મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. યુવકને ગડદાપાટુનો માર માર્યો હતો. ખીસ્સામાંથી 14 હજાર મળીને ડોક્યુમેન્ટ પણ લઇ લીધા હતા. યુવક વધુ મારથી બચવા માટે ભાગવા જતાં તેમાંના એક ઇસમે તિક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો. યુવકે બુમા બુમ કરતા તમા શખસો પોતાની ઓટો રિક્ષા લઇને ભાગી ગયા હતા. આ અંગે નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) માં ગુનો નોધાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.