ETV Bharat / state

Ahmedabad suicide: સરખેજમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ્યું, આપઘાત પહેલા બનાવ્યો વીડિયો - પત્નીની ગર્ભપાતની ધમકી

ઘર જમાઈ બનાવવા માટે સાસરિયાના દબાણ વચ્ચે યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં અંતિમ વીડિયો બનાવી મૃતકે સાસરિયાની કરતુતનો ખુલાસો કર્યો છે. એકના એક દીકરાને ગુમાવનાર માતા-પિતા હવે દીકરાને અંશને બચાવવા માટે આજીજી કરી રહ્યા છે. સરખેજ પોલીસે સાસુ-સસરા અને પત્ની સહિત 12 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે.

Ahmedabad suicide :
Ahmedabad suicide :
author img

By

Published : Apr 1, 2023, 9:27 PM IST

સાસરિયાના દબાણ વચ્ચે યુવકે આપઘાત કર્યો

અમદાવાદ: સરખેજમાં અક્ષય ચૌધરી નામના યુવકે પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. જોકે આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં તે પોતાની પત્ની પ્રિયંકા, સસરા પ્રવીણ શીકારી, સાસુ ભારતી શીકારી અને અન્ય સાસરિયા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી જીવન ટૂંકાવ્યું હતું.

સાસરિયાના ત્રાસથી આપઘાત: ત્રણ માસ પહેલા જ યુવક અક્ષયના લગ્ન પ્રિંયકા જોડે થયા હતા. અક્ષયએ પ્રેમાળ અને સુશીલ પત્નીના સપના જોયા હતા અને સમાજના રીતિ રિવાજ મુજબ પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. પરતું પ્રિયંકાએ ઘરમાં આવીને તેના સપના તોડી નાખ્યા હતા. પત્ની અને સાસરિયાના દબાણ અને માનસિક ત્રાસથી કંટાળીને અક્ષય ચૌધરીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું.

પત્નીની ગર્ભપાતની ધમકી: આ ઘટનાથી એકના એક દીકરાને ગુમાવનાર માતા-પિતા ન્યાયની માંગ કરી રહ્યા છે. પુત્રવધુ ગર્ભવતી છે અને પોતાના દીકરાના છેલ્લા અંશની ગર્ભપાત કરવાની ધમકી આપે છે. જેથી બાળકનું જન્મ થાય અને તેમને પોતાનો પૌત્ર સ્વપરુપમાં દીકરો પરત મળે તેવી આજીજી કરી રહ્યા છે.

માનસિક અને શારીરિક ત્રાસ: આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે આ અંગે આત્મહત્યા દુષપ્રેરણા ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લગ્નના 3 માસમાં પ્રિંયકાએ અક્ષયને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. પ્રિંયકા ગર્ભવતી હોવાથી તેણે પોતાના સંતાનનો ચહેરો અક્ષયને નહિ જોવા દેવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચો: Ahmedabad Crime : માલિની પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ કરશે, કિરણ પટેલને અમદાવાદ લાવતાં વાર લાગશે

ત્રણ માસ પહેલા થયા હતા લગ્ન: મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો અને વેજલપુરમાં રહે છે. 4 ડિસેમ્બર 2022ના રોજ અક્ષય ચૌધરીના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. લગ્ન બાદ અક્ષય 25 દિવસ માટે પત્ની સાથે ફરવા ગયો હતો. ત્યારબાદ પત્ની પ્રિયંકા સાસરે આવી હતી. સાસરે આવ્યા બાદ પ્રિંયકાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ શરૂ કર્યું. પ્રિયંકા અવારનવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી હતી. અક્ષયે તેને ખુશ રાખવા માટે ઘર જમાઈની જેમ સાસરે પણ રહેવા જતો રહ્યો.

આ પણ વાંચો: Vadodara Crime News: જરોદ પાસે આવેલ આમલીયારા ગામની 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો

12 લોકો વિરુદ્ધ ગુનો: યુવક અક્ષયે આત્મહત્યા કરતા પહેલા અલગ અલગ 3 વીડિયો બનાવ્યા હતા. જોકે સોશિયલ મીડિયામાં એક મેસેજ બાય બાય ઓલ અને માતા-પિતાને સાચવાનો ઉલ્લેખ કર્યો હતો. પત્નીના ત્રાસને લઈ આત્મહત્યા કરતો હોવાનું અક્ષયે વીડિયો સાથે વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું. જે મામલે સરખેજ પોલીસે અક્ષયના ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં અંતિમ ચિઠ્ઠી અને વીડિયો આધારે પત્ની પ્રિયંકા સહિત 12 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ માટે અંતિમ વીડિયો મહત્વનો પુરાવો બન્યો છે. જેને લઈ 12 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.