અમદાવાદ: વિશ્વ આખું હવે એ યોગ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમથી રોગપ્રતિકારક શકિત વધારવા તરફ વળ્યું છે. ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન સુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો છે .
ભારતમાં આદિકાળથી અપનાતી યોગ વ્યવસ્થા દુનિયાભરમાં કોવિડ 19ના દર્દીઓને આ રોગને મ્હાત કરવામાં મદદરૂપ થઈ રહી છે. કોરના વાઇરસ આપણા શરીરના શ્વસનતંત્ર પર સીધો પ્રહાર કરે છે,જેથી પ્રાણાયમ અથવા શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાથી આપણે શરીરને વધુ મજબૂત કરી શકીએ છીએ.
જો આપણી રોગપ્રતિકારકશક્તિ સારી છે તો તે આ મહામારીને હરાવવામાં મદદરૂપ થશે. યોગના વિવિધ આસનો દ્વારા આપણે રોગપ્રતિકારકશક્તિમાં વધારો કરી શકીએ છે. યોગના વિવિધ આસનોથી આપણે શરીરને આરોગ્યમય બનાવી શકીએ છીએ તેમજ યોગ કરવાથી મેટાબોલીઝમ પણ સારું રહે છે.