અમદાવાદ આ વર્ષ પુરુ (Look Back 2022) થવા આવ્યું છે. આ વર્ષમાં રાજકારણમાં(Gujarat Assembly Election 2022) અનેક ખેલ ખેલાયા હતા. આમ આદમી પાર્ટી પ્રથમ વખત લડી તો કોંગ્રેસ(Gujarat Congress) બેસહાય જોવા મળી હતી. અને ભાજપે પ્રજાનો વિશ્વાસ જીતવામાં ફરી સફળ થઇ હતી.ભાજપને ગુજરાતમાં(Bharatiya Janata Party Gujarat) બપ્પર વિજય પ્રાપ્ત થયો હતો. દરેક પાર્ટીએ પોતાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે જીતનો તાજ ભાજપના(gujrat politics) નામે જ થયો.
આમ આદમી પાર્ટી પ્રથમ વખત લડી આ વખતે 2022 વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) એક અલગ જ પ્રકારની જોવા મળી આવી હતી. રસાકસી તો જોવા મળી જ હતી પરંતુ ખાસ વાત એ છે આ વખતે જેટલી આમ આદમી પાર્ટીની(Aam Aadmi Party) ચર્ચા થઇ હતી. તે પ્રમાણે તે પોતાની જગ્યા ગુજરાતમાં બનાવી નથી.પરંતુ ભાજપના ગણાતા ગુજરાતમાં (Aam Aadmi Party Gujarat) તેને જગ્યા જરૂર મળી છે. ગુજરાતમાં આ વખતે ભાજપ કોંગ્રેસ(Gujarat Congress) આમ આદમી પાર્ટી પણ મજબૂત દાવેદારી સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી હતી. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી પહેલા પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના(Flashback of Gujarat politics) મુખ્ય પ્રધાન તરીકે ઈસુદાન ગઢવી નામ જાહેર કર્યું હતું.
આમ આદમી પાર્ટીના મજબૂત નેતા આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) પોતાના મજબૂત નેતાઓ ચૂંટણી (Look Back 2022) પ્રચાર માટે ઉતાર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માન , આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડા, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિતના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. ગુજરાતને પ્રજાને પોતાનો વિશ્વાસ અપાવવા માટે વિવિધ ગેરંટીઓ પણ આપી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા તેમની( Aam Aadmi Party entry Gujarat) ગેરંટી ઉપર નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટી કરેલા વિશ્વાસને મત આપ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટી 182 વિધાનસભા બેઠક પરથી માત્ર પાંચ જ વિધાનસભા બેઠક પર વિજય મેળવી શકી હતી. જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનના દાવેદાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કર્યો હતો.
કોંગ્રેસ બેસહાય જોવા મળી ગુજરાતની (Look Back 2022) અંદર છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે. 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા માટે થોડીક જ સીટો માત્ર સત્તાથી દૂર રહી હતી. ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં લાગતું હતું કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકશે. પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવેશતા ક્યાંક કોંગ્રેસને નુકસાન થયું હોય તેવું જોવા મળી આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના(Gujarat Congress) દિગ્ગજ નેતાઓ ગુજરાતની પ્રજા વચ્ચે જવામાં નિષ્ફળ રહ્યા હતા. અને પ્રચાર પ્રસાર પણ ઓછું કરતી હોય તેવું(Flashback of Gujarat politics) જોવા મળી આવ્યું હતું. આ વર્ષે કૉંગ્રેસના હાર્દીક પટેલ, જયરાજસિંહ પરમાર સહિતના ઘણા બધા નેતાઓ અને ધારાસભ્યો આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ પક્ષ છોડીને અન્ય રાજકીય પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા હતા. જેના કારણે કોંગ્રેસ દિવસેને દિવસે નબળી જોવા મળી રહી હતી. જેના પરિણામે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો સુધી જ સીમિત રહી છે.
ભાજપે પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party) છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક તરફી શાસન કરી રહી છે. કોરોના મહામારી, મોંઘવારી ,બેરોજગારી , સરકારી નોકરીના પેપરો ફૂટવા જેવી ઘટનાઓથી (Look Back 2022) લાગી રહ્યું હતું કે 2022ની ચૂંટણીમાં ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બધી સમસ્યાઓથી(gujrat politics) દૂર રહીને છેલ્લા 27 વર્ષથી કરેલા વિકાસના કામો પ્રજા સમક્ષ મૂકીને પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. જેના કારણે ભારતીય જનતા પાર્ટીએ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં(Bharatiya Janata Party Gujarat) ઐતિહાસિક 156 સીટ પર વિજય મેળવ્યો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ પોતાના દિગ્ગજ નેતાઓને ટિકિટ નહીં. પરંતુ નવા ચહેરાઓને ટિકિટ (Flashback of Gujarat politics)આપવાનો નિર્ણય કર્યો હતો. જે 2022 વિધાનસભાની ચૂંટણીમાં સાચો સાબિત થયો અને ભવ્ય જીત મેળવી હતી. ફરી એકવાર જ ભુપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય તરીકે નિમણૂક કર્યા હતા.
પ્રથમ વખત અમદાવાદના મેયરને ટિકિટ ગુજરાતના રાજકારણમાં (Gujarat Assembly Election 2022)અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર સુધી અમદાવાદ શહેરના એક પણ મેયરને ટિકિટ આપવામાં આવી નથી. ત્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં (Look Back 2022) ભારતીય જનતા પાર્ટીએ એલિસબ્રિજ વિધાનસભા બેઠક પરથી અમદાવાદના પૂર્વ મેયર અને અમદાવાદ શહેરના પ્રમુખ અમિત શાહને ટિકિટ આપી હતી. જે હોય વિધાનસભા બેઠક પર એક લાખથી પણ વધુ મતથી વિજય મેળવ્યો હતો.