અમદાવાદઃ 5મી જાન્યુઆરીએ યશ સોની અભિનીત વધુ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. જો કે યશ સોનીએ જેટલી ભૂમિકા કરી તેનાથી હટકે ભૂમિકા તેમણે આ ફિલ્મ 'ડેની જીગર-એક માત્ર'માં ભજવી છે. આ ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યશ સોની અભિનેત્રી તર્જની ભાદલા તેમજ મેકર્સે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાસ્ટ એન્ડ ક્રુઃ કેએસ એન્ટરટેઈનમેન્ટ અને અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી બનેલ ફિલ્મ 'ડેની જીગર-એક માત્ર'ના નિર્માતા નિલય ચોટાઈ અને દીપેન પટેલ છે. આ ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મના લેખક છે કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમાર. 'ડેની જીગર-એક માત્ર' ફિલ્મમાં યશ સોની, તર્જની ભાદલા ઉપરાંત જીતેન્દ્ર ઠક્કર અને ચેતન દૈયા પણ મહત્વના રોલમાં છે. 'ડેની જીગર' ફિલ્મ અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં યશ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક પાંચમીવાર સાથે કામ કરી રહ્યા છે. યશ સોનીના પાત્રને આ કેમેસ્ટ્રીથી નિખાર મળ્યો છે.
ટ્રેલરનું બઝિંગ બહુ રહ્યુંઃ આ ફિલ્મનું ટ્રેલરે ઘણી બઝ ક્રિયેટ કરી છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોએ માણ્યુ, વખાણ્યુ અને સજેસ્ટ પણ કર્યુ છે. આ ટ્રેલરમાં દર્શાવાયેલા વન લાઈનરને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્ય પાત્ર ડેની જીગરનો સ્વેગ, સ્ટાઈલ, ડાયલોગ્સ, એપિક વનલાઈનર્સ અને એટિટ્યૂડને દર્શકો પસંદ કરી રહ્યા છે. 600 વર્ષ જૂની મૂર્તિને પરત લાવવા ફિલ્મનું પાત્ર અપ્રતિમ સાહસો કરે છે. જેને રુપેરી પરદે સુપેરે ઉતારવામાં આવ્યું છે.
5 જાન્યુઆરીએ અમારી ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થઈ રહી છે. આ એક સંપૂર્ણ પારિવારીક ફિલ્મ છે જેને તમે ઘરના વડીલ અને બાળકો સાથે બેસીને જોઈ શકો છો. તો અમારી ફિલ્મ જોવા ચોક્કસ આવજો 5 જાન્યુઆરીએ...તર્જની ભાદલા(અભિનેત્રી, ફિલ્મ 'ડેની જીગર-એક માત્ર')
મને આ પાત્રના લૂક અને મેક અપથી જ નવી એનર્જી અને તાકાત મળતા હતા. આ ફિલ્મમાં પાત્રના મેક અપથી લઈને ડ્રેસિંગ સિવાય દરેક ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે... યશ સોની(અભિનેતા, ફિલ્મ 'ડેની જીગર-એક માત્ર')