આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભાડજના રાધે ક્રિષ્ન મંદિરના કુંજવિહારી સ્વામીએ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "તમાકુની કંપનીઓની જાહેરાતો યુવાનોને આકર્ષે છે, અને તેનાથી યુવાનો તમાકુના બંધાણી થઇ જાય છે. જેના પરિણામે આજની પેઢી તથા તેમના કુટુંબો બરબાદ થઇ જાય છે.
આ કાર્યક્રમમાં કૉલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, સરકારે તમાકુના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ. જેથી દેશનું યુવાધન કેન્સર જેવા મહારોગથી બચી શકે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા શપથ લીધા હતા કે, હું ક્યારેય તમાકુનું સેવન કરીશ નહિ. કૉલેજનાં સિનિયર પ્રોફેસર પંકજ રાવલે આભારવિધી કરી હતી.