અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક હત્યાની ઘટના બની (Worker death at plastic factory in Nikol)છે. જેમાં કઠવાડા GIDCમાં આવેલા શ્રીયમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર 11-12માં મજૂરી (murder in Shriyam Industrial Estate)કરતા અને ત્યાં જ રહેતા બે કારીગરી વચ્ચે કામ બાબતે ઝઘડો થયો (Worker death at plastic factory in Nikol) હતો. જેમાં એક કારીગરે ઉશ્કેરાઈને અન્ય કારીગરને પાવડાથી માથામાં હુમલો કરતા તેનું મોત થયું છે. આ ઘટના સંદર્ભે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે હત્યારા યુવકની ધરપકડની પ્રક્રિયા શરૂ કરી (police investigation started) છે.
આ પણ વાંચો જીવતા માણસને મૃત બતાવી લીધો, સરકારી લાભોથી છે વંચિત
મૂળ ઓડિશાના અને કઠવાડામાં શ્રીયમ એસ્ટેટમાં પ્લાસ્ટિકનું અલગ અલગ વસ્તુઓ બનાવવાનું કામ કરીને ત્યાં જ રહેતા રાજા ભોઈ નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. યુવક સાથે કારખાનામાં 20 જેટલા મજૂરો કામ કરે છે. રાજા ભોઈ 2 મહિના પહેલા વતન ઓડિશા ગયો હતો. ત્યાં 19 વર્ષીય કૌટુંબિક ભાણિયો બીશ્વજીત ભોઈને મજૂરી કામ કરવા અમદાવાદ લાવ્યો હતો. રાજા ભોઇની સાથે કારખાનામાં કૌટુંબિક કાકા દિલીપ ભોઈ પણ 3 વર્ષથી કામ કરતા હતા
17 ડિસેમ્બરના રોજ રાજા ભોઈ, ગણેશ, બીશ્વજીત તેમજ દિલીપ ભોઈ ચારેય જણા ફેક્ટરીમા નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. રાતના 12:30 વાગે આસપાસ બીશ્વજીત ઉપરના ભાગે ગ્રાઈન્ડિંગ મશીન પર કામ કરતા દિલીપ ભોઈ જોડે પ્લાસ્ટિકનો ભૂકો લેવા ગયો હતો. 20 મિનિટ બાદ બીશ્વજીત લિફ્ટના નીચે લોહીલુહાણ હાલતમાં આવ્યો હતો. જેથી રાજા ભોઈએ એ તેને બીજા શેડમાં લઈ જઈ ઇજાનું કારણ પૂછતાં તેને જણાવ્યું હતું કે દિલીપે તેને ગ્રાઈન્ડિંગ કરવાની ના પાડી બોલાચાલી કરતા તે અડધું ગ્રાઈન્ડિંગ કરેલો ભુક્કો લિફ્ટમાં મૂકીને આવી રહ્યો હતો. દિલીપે પાવડાથી માથામાં હુમલો કર્યો હતો. જે બાદ બુમાબુમ થતા તમામ લોકો જાગી જતા 108 જે બોલાવામાં આવી હતી. જ્યાં 108 પહોંચે એ પહેલા જ બીશ્વજીતનું મોત થયું હતું.
આ પણ વાંચો લોભામણી લાલચ આપી ભેજાબાજે ખંખેરી લીધા 23 લાખ રૂપિયા
આ ઘટના અંગે નિકોલ પોલીસને જાણ કરવામાં આવતા મોડી રાત્રે નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકને પીએમ માટે મોકલી ફેકટરીમાં હાજર તમામ લોકોને પોલીસ મથકે લાવી ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનાને લઈને નિકોલ પોલીસે દિલીપ ભોઇ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે તેની પૂછપરછમાં હત્યા પાછળનું કયું કારણ સામે આવે છે તે જોવું રહ્યું. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ ગુનો નોંધી આરોપીની તપાસ ચાલુ (police investigation started) છે.